News of Monday, 6th July 2026
ઉનાના રાવલ ડેમમાં ૬ દરવાજા ૬ ફુટ ખોલ્યાં: ૮૦ ટકા ડેમ ભરાયો
રાવલ ડેમમાં ધોડાપુર સાથે અનેક તણાયા લોકોએ કિનારે અવરજવર નહીં કરવા સૂચના

(નવીન જોષી દ્વારા) ઉના : તા.૬: ભારે વરસાદ ને કારણે રાવલ નદીમાં ધોડાપુર આવતા રાવલ ડેમના છ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે આ ડેમ ૮૦ ટકા ભરાયો છે.
ઊના ઊના અને ગીર ગઢડા તાલુકાના ગામો ને પીવાનું અને સિંચાઈ નું પાણી પૂરું પાડતા અને દિવ ને પાણી પુરું પાડતા રાવલ ડેમ પર ઉપર વાસ જંગલ માં હજુ જોરદાર વરસાદ ચાલુ રહ્યો હતો પાણીની આવક વધતા ૮૦ટકા ડેમ ભરાઈ ગયો છે રૂરલ લેવલ જાળવવા માટે ગઇકાલે સાંજે સાત વાગ્યે ડેમ ના તમામ છ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે. અને ડેમ માં હાલ ૩૪૫૧૨કયુસેક આવક છે અને જાવક ૩૪૧૨કયુસેક પાણી રાવલ નદી માં આવતા ચીખલ કુબા, જસાધાર,ધોકડવા, મોહબતપરા, કાંધી, મોટા સમઢિયાળા, પડા પાદર, પાતાપુર, ઉમેજ, સામતેર, કાણકબરડા, રામેશ્વર, ગરાળ, મોઠા , સંજવાપુર, માણેકપુર, સનખડા, ખત્રીવાડા ગામો ની નદી માં ઘોડા પુર આવ્યું હતું.
ડેમમાં પાણી સાથે મોટી સંખ્યામાં સાપ કિનારે પહોંચી ગયા છે તો લોકો એ કિનારે અવર જવર કરવી નહીં તેવી સૂચના આપવામાં આવી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
