તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 12th April 2024
સુરેન્દ્રનગર, વઢવાણ સહિત તાલુકા મથકોએ ઇદ ઉલ ફિત્રની ઉજવણી
એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવતા મુસ્લિમ બિરાદરો : મસ્જીદ અને ઇદગાહ ખાતે વિશેષ નમાઝ અદા કરાઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૨ : સુરેન્દ્રનગર, વઢવાણ અને તેના તાલુકા મથકોમાં વહેલી સવારથી જ રમઝાન ઈદ ઈદ ઉલ ફિત્રનો માહોલ મુસ્લિમ વિસ્તારમાં જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ તમામ મુસ્લિમ વિસ્તારો તેમજ મુસ્લિમ વિસ્તારમાં આવેલી મસ્જિદોમાં તેમજ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ કરી અને ખાસ રમજાન ઈદની નમાજ અદા કરવામાં આવી હતી ત્યારે વઢવાણ ખાતે આવેલી તમામ મસ્જિદો અને વઢવાણ ઘરશાળા પાસે આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. જયારે સુરેન્દ્રનગર શહેરમાં સુરેન્દ્રનગર શહેરની જુમ્મા મસ્જિદ નરે મહંમદ સોસાયટી મસ્જિદ અલંકાર પાસે આવેલી રેલવેની મસ્જિદ ફિરદોત સોસાયટીમાં આવેલી મસ્જિદ ધોબી સોસાયટીમાં આવેલી મસ્જિદ ખાટકી વાળની બસ સ્ટેન્ડ પાસે આવેલી મસ્જિદ તમામ મસ્જિદોમાં વહેલી સવારે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જયારે સુરેન્દ્રનગર કબ્રસ્તાન ખાતે રતનપર આવેલી ઈદગાહ ખાતે રમજાન માસની ઈદ ઉલ-ફિત્રની નમાજ અદા કરવામાં આવી હતી જે નમાજ હાજી હનીફ બાપુ દ્વારા અદા કરાવામાં આવી હતી જયારે ઇદગા ખાતે આજુબાજુના ગામોમાંથી પણ મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરવા માટે પધાર્યા હતા ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે પણ ઈદની નમાજ અદા કરવામાં આવી અને સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક જેવા કે પાટડી દસાડા જેનાબાદ ખાતે પણ શાંતિમય અને ભાઈચારાના માહોલ વચ્ચે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. જયારે લખતર ખાતે પણ ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. લીમડી ચુડા ચોટીલા ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં પણ ઈદ-ઉલ-ફિત્રની ઈદગા ખાતે નમાજ અદા કરવામાં આવી હતી અને ભાઈચારાનો સંદેશો અને કોમી એકતાનો માહોલ સમગ્ર તાલુકામાં જોવા મળ્યો હતો.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
