તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Saturday, 13th April 2024
ભુજના પ્લાયવુડના વ્યાપારી અને યુવા જૈન સામાજિક અગ્રણીએ આપઘાત કરતા ચકચાર
પોશ સોસાયટી દેવ એવન્યુમાં મહેશ ચંદુલાલ ગઢેચાએ ઘેર ગળેફાંસો ખાધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩
ભુજની વિવિધ સંસ્થાઓ સહિત વાગડ સમાજમાં અગ્રણી એવા પ્લાયવુડના યુવા વ્યાપારી મહેશ ચંદુલાલ ગઢેચાએ પોતાને ઘેર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ભુજના ન્યુ સ્ટેશન રોડ ઉપર સિલ્વર સનમાઇકા અને સિલ્વર પ્લાયવુડ નામે મોટો શો રૂમ ધરાવતા ૪૯ વર્ષીય મહેશભાઈ ગઢેચા ભુજની પોશ ગણાતી દેવ ઍવન્યુ સોસાયટીમાં રહેતા હતા. તેમનો પરિવાર વર્ષોથી ભુજની ભીડ બજાર ઉપરાંત હોસ્પિટલ રોડ ઉપર કે.સી. જવેલર્સ દુકાન ધરાવે છે. એમના આપઘાતનું કારણ નાણાકીય ટેન્શન હોવાનું ચર્ચાય છે. ભુજ એ ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
