News of Saturday, 13th April 2024
જેતપુર ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવા મામલતદારને આવેદનપત્ર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા.૧૩ : રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા સમસ્ત ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ જેમને લઈને સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા પણ રૂપાલાની ટિપ્પણી સખત શબ્દોમાં વખોડી રોષની લાગણી વ્યક્ત કરી હતી, પરસોત્તમ રૂપાલા વિરૂધ્ધ ક્ષત્રિયો દ્વારા ઠેરઠેર આંદોલન તેમજ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ પણ સમસ્ત ક્ષત્રિય સમાજ સાથે ખભે ખભો મિલાવીને રૂપાલાના વિરુદ્ધ આજ રોજ મામલતદાર કચેરી ખાતે તેની ટીકીટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પુરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા જેતપુર, જુનાગઢ, કેશોદ, વિસાવદર, મેદરડા, સુરત, પોરબંદર સહિતના અલગ અલગ શહેરોમાં એક સાથે પ્રાંત અધિકારીઓને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા, અને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા ટીકીટ રદ કરવાની માંગ કરી હતી જો નહિ થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ યુવાનોએ રૂપાલાની ટીકીટ રદ કરો ના નારા લગાવ્યા હતા.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
