<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

સનેસ ગામે અકસ્‍માત : પિતા -પુત્ર સહિત ૪ ના મોત : ૩ને ગંભીર ઈજા

ભાવનગર, તા.૧૫: ભાવનગર- અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક પૂર ઝડપે આવી રહેલા વાહન ચાલકે યાત્રાળુઓના સંઘને અડફેટે લીધો હતો. સર્જાયેલા  અકસ્‍માતમાં  સાત યાત્રાળુઓને કચડી નાખતાં ત્રણ યાત્રાળુનાં ઘટના સ્‍થળે મોત થયાં છે. જ્‍યારે ચારને ઈજા પહોંચી છે. અકસ્‍માત સર્જીને અજાણ્‍યો વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ચૂકયો છે. ઈજાગ્રસ્‍ત યાત્રાળુઓને ૧૦૮ દ્વારા ભાવનગર સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે. આ ઘટનામાં પિતા-પુત્ર અને અન્‍ય બે યાત્રાળુઓ નાં મોત નિપજ્‍યું હતું. ની જાન થતા જ પોલીસ કાફલો બનાવ સ્‍થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ અકસ્‍માતમાં મળત્‍યુ પામેલાઓમાં ૧.વિજય ધીરુભાઈ ગઢવી, ઉ.વ.૨૮ રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા ૨. ધીરુભાઈ ગઢવી, ઉ.વ.૫૦ રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા ૩. પ્રદીપભાઈ પેમાભાઈ ચૌહાણ, ઉ.વ. ૩૦ રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડાનો સમાવેશ થાય છે.

દરમિયાન અકસ્‍માતમાં ઘાયલ વધુ એક વ્‍યક્‍તિએ દમ તોડ્‍યો હતો. સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવેલા બકાભાઈ પટેલ (ઉ.વ.૬૦, રહે.વરસોલા, મહેમદાવાદ)નું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્‍યું છે. જેના કારણે આ બનાવમાં મળત્‍યું આંકડો વધીને ૪ થયો છે.

જ્‍યારે અકસ્‍માતમાં ઇજા પામેલાઓમાં બાબુભાઈ ડાભી ઉ.વ.૪૦, રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા અને ગુલાભાઈ રાઠોડ ઉ.વ.૩૦, રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા તથા એક અજાણ્‍યા વ્‍યક્‍તિ નો સમાવેશ થાય છે.

(10:47 AM IST)