News of Monday, 15th April 2024
વાંકાનેરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણીઃ રેલીનું ઠેર-ઠેર સ્વાગત

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૫: વાંકાનેરમાં ડો.બાબાસાહેબ આંબેડકર ની ૧૩૩ મી જન્મ જયંતી પ્રસંગે કુંભારપરા ચોક ખાતે ડો.બાબા સાહેબની મુકાયેલી નવી પ્રતિમાનું આજે સવારે ૧૦ વાગ્યે લોકાર્પણ થયેલ. આ પ્રસંગે બહોળી સંખ્યામાં દલીતોના મસીહા ને ફુલહાર થી સન્માનિત કરાયેલ.
સંવિધાન ના નિર્માતા ડો.બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી સમસ્ત દલીત સમાજ વાંકાનેર શહેર અને તાલુકાના સાથે મળીને પ્રતિમા ની તકતી મુકી અને શણગારુેલા રથમાં એક રેલીનું પ્રસ્થાન કુંભારપરાથી શરૂ થઇ, પ્રતાપરોડ, જીનપરાથી લીમડા ચોક, ગ્રીન ચોક, ચાવડી ચોક અને પુલદરવાજા ચોકમાં ‘જય ભીમ' ના સુત્રોચ્ચાર સાથે બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે આ રેલીમાં ડીજે-ઢોલત્રાસાની રમઝટ જોવા મળી હતી. વાંકાનેરના ઇતિહાસમાં મોટી રેલીમાં ઠેકઠેકાણે લોકોએ આ રેલીને આવકાર આપી બંધારણ ના ઘડવૈયાને આવકારેલ હતા. આ પ્રતિમાં પ્રસંગે મોરબી મામલતદાર પરમાર તથા પી.આઇ.મહિલા પી.એસ.આઇ માજી સભ્યો સાથે ગ્રામ્ય વિસ્તારના સંરપચો તથા મહારાજા કેશરીદેવસિંહ સાથે દલીત સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
