<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

માધવપુરના મેળામાં ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઇ આહીરના

કાર્યક્રમો ચાર ચાંદ લગાવશે : એ.સી. ડોમમાં રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમો

પોરબંદર, તા. ૧પ : માવધપુરના મેળામાં દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઇ આહીરના કાર્યક્રમો ચાર ચાંદ લગાવશે.

મેળા ગ્રાઉન્‍ડ ખાતે બનાવાયેલ વિશાળ એ.સી. ડોમ ખાતે રાત્રે સ્‍ટેજ આ કાર્યક્રમ યોજાશે.

માધવપુર ઘેડ  ખાતે ભગવાન શ્રીકળષ્‍ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે તંત્ર દ્વારા મેળા  ગ્રાઉન્‍ડ ખાતે યોજાનાર કાર્યક્રમોની  તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.  

લોક કલાકાર  ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઈ આહીર વગેરે કલાકારો માધવપુરના મેળામાં ભગવાન શ્રીકળષ્‍ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે સાંસ્‍કળતિક કાર્યક્રમની રમઝટ બોલશે. પ્રવાસન નિગમ અને સાંસ્‍કળતિક પ્રવળત્તિનો વિભાગ ગાંધીનગર દ્વારા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી ભગવાન શ્રીકળષ્‍ણ અને રુક્‍મણીજીના વિવાહના પ્રસંગે યોજાતા લોકમેળાની ઊજવણી થશે

 ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીકળષ્‍ણ અને રુક્‍મણીના વિવાહનો પ્રસંગ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. આગામી તારીખ ૧૭ થી ૨૧  દરમિયાન  આયોજન  કરાશે.

આ મેળાનો શુભારંભ રાજ્‍યપાલ આચાર્યશ્રી દેવવ્રતજીના હસ્‍તે કરવામાં આવશે. મેળાના પ્રથમ દિવસે એટલે કે ૧૭ એપ્રિલના જીતુભાઈ દ્વારકાવાળા, રાજુભાઈ બારોટ, સાગર કાચા તેમજ ૧૮ એપ્રિલે ઓસમાણ મીર, આમીરભાઇ મીર અને ૧૯ એપ્રિલના દિવસે એટલે કે મેળાના ત્રીજા દિવસે કિંજલ દવે લોક ડાયરા ના આનંદ રૂપે લોકસાહિત્‍ય અને ભક્‍તિમય ગીતોની પ્રસ્‍તુતિ કરશે.  ૨૦ એપ્રિલના માયાભાઈ આહીર તેમજ ૧૬ થી ૨૧ એપ્રિલ સુધી વિવિધ કલાકારો માધવપુરના આ રાષ્‍ટ્રીય કક્ષાના મેળામાં લોક ડાયરાની જમાવટ કરશે. સાંસ્‍કળતિક કાર્યક્રમો આનંદ અને ઉત્‍સાહથી માનવ મહેરામણ માણી શકે તે માટે વિશાળ એ.સી.ડોમ પણ તૈયાર કરવામાં આવ્‍યો છે

(11:06 AM IST)