<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

જામનગરમાં રેકડી હટાવવા મુદ્દે બઘડાટી : સામસામી ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં પિયુષભાઈ પ્રવિણભાઈ દાવડા, ઉ.વ.ર૪, રે. સેન્‍ટ્રલ બેંકની સામે, એ-વન ફુલવાળી શેરી, ચાર રસ્‍તા, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૪-ર૦ર૪ના ફરીયાદી પિયુષભાઈ તથા સાહેદ જીગ્નેશ બંન્‍ને સજુબા સ્‍કુલ, સ્‍વસ્‍તિક મેડીકલની સામે રોડ પર પોતાની રેકડી રાખી વેપાર ધંધો કરતા હતા ત્‍યારે આરોપી કાંતી મનસુખભાઈ નકુમ એ પોતાની રેકડી જાહેર રસ્‍તા પર રાખી વેપાર ધંધો કરતો હોય જેથી સાહેદ જીગ્નેશે આરોપી કાંતી મનસુખભાઈ નકુમને તેની રેકડી સાઈડમાં રાખવાનું કહેતા આરોપી કાંતી એકદમ ઉશ્‍કેરાઈ જઈ સાહેદ જીગ્નેશને જેમ ફાવે તેમ ગાળો આપી ફોન કરી આરોપી સંજય મનસુખભાઈ નકુમ તથા મનસુખભા જેરામભાઈ નકુમને બોલાવી આરોપી કાંતી તથા સંજય એ લાકડાના ધોકા લઈ આવી ફરીયાદી પિયુષભાઈ કાંઈ સમજે તે પહેલા આરોપી સંજય એ લાડકાના ધોકા વડે એક ઘા માથામા ડાબી બાજુ મારી માથામા દસેક ટાકાની ઈજા પહોંચાડી તેમજ આરોપી કાંતીએ સાહેદ જીગ્નેશને લાકડાના ધોકા વડે વાસના ભાગે માર મારતા મુંઢ ઈજા પહોંચાડી તથા સાહેદ પ્રવિણભાઈ છોડાવવા વચ્‍ચે પડતા આરોપી મનસુખભાઈએ સાહેદ જીગ્નેશને ઢીકાપાટુનો માર મારી નીચે પછાડી દઈ માથામા જમણી બાજુ પાંચેક ટાકાની ઈજા પહોંચાડી તેમજ જમણા ખંભા પાસે ફેકચર ઈજા પહોંચાડી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

 જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સંજય મનસુખભાઈ નકુમ, ઉ.વ.ર૭, રે. હવાઈ ચોક, નાગર ચકલો, છાપીયા શેરી વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૪-ર૦ર૪ના ફરીયાદી સંજયભાઈના ભાઈ કાંતિ સજુબા સ્‍કુલ, સ્‍વસ્‍તિક મેડીકલ સામે રોડ પર પોતાની રેકડી રાખી વેપાર ધંધો કરતા હતા ત્‍યારે આરોપી જીગ્નેશ એ ફરીયાદી સંજયભાઈના ભાઈ કાંતિને જેમફાવે તેમ ભુંડી ગાળો આપતા સાહેદ કાંતિએ ફરીયાદી સંજયને ફોન કરી બોલાવતા ફરીયાદી સંજય તથા સાહેદ કાંતિ આરોપીઓ જીગ્નેશ તથા પિયુષને સમજાવવા જતા આરોપીઓ એકદમ ઉશ્‍કેરાઈ જઈ આરોપી જીગ્નેશ એ લાકડાના ધોકા વડે એક ઘા ફરીયાદી સંજયને નાકની ઉપર મારી દસેક ટાકાની ઈજા પહોંચાડી અને આરોપી પિયુષ એ ફરીયાદી સંજયને ઢીકાપાટુનો મારમારી શરીરે મુંઢ ઈજા પહોંચાડી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દુકાનમાંથી પૈસા ભરેલ પાકિટની ચોરી

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હિરેનભાઈ રમેશભાઈ કણઝારીયા, ઉ.વ.૩૮, રે. ગોકુલનગર, અયોઘ્‍યાનગર શેરી નં.૧ર, પ્‍લાઝમા સ્‍કુલની સામે વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૪-ર૦ર૪ના માધવબાગ-૧, કોપર સીટી બિલ્‍ડીંગ શોપ નં.પ, સાંઢીયા પુલ ખાતે ફરીયાદી હિરેનભાઈના પત્‍ની સંગીતાબેન હરસિઘ્‍ધી સોડા શોપ નામની દુકાનમાં વેપાર કરતા હતા ત્‍યારે બે અજાણ્‍યા  માણસો તેની ઉમર અંદાજે રપ થી ર૭ વાળા ફરીયાદી ના પત્‍ની સંગીતાબેનને વ્‍યસ્‍ત રાખી તેણીની નજર ચુકવી દુકાનના ટેબલના ખાનામા પડેલ ધંધાના રોકડા રૂપિયા ૩૦,૦૦૦/- તથા જરૂરી ડોકયુમેન્‍ટ વાળુ રાખેલ પાકિટ ચોરી કરી લઈ જઈ ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

(1:49 PM IST)