News of Thursday, 18th April 2024
માધવપુર દરિયા કાંઠે કલાત્મક રેતી શિલ્પ

પોરબંદર : માધવપુર મેળામાં દરિયાકાંઠે રેતી શિલ્પ મહોત્સવ ૨૦૨૪નું ભવ્ય આયોજન કરાયું છે. પોરબંદરના માધવપુર બીચ ઉપર કલાકારોએ રેતી શિલ્પ કળતિઓ રજૂ કરી છે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગની રાજ્ય લલિત કલા એકેડેમી અમદાવાદ દ્વારા આયોજિત રેતીશિલ્પ મહોત્સવ ૨૦૨૪માં માધવપુર મેળામાં તા. ૧૭ થી ૨૧ એપ્રિલ સુધી પાંચ દિવસનું રેતી શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેત શીલ્પમાં ગુજરાતના ખ્યાતનામ ૩૦ થી ૩૫ કલાકારો દ્વારા પોતાની ઉતમ ક્રળતિ રજૂ કરવામાં આવી છે. રમત ગમત અને યુવક સેવા સાંસ્કળતિક પ્રવળત્તિઓના વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમાર, આલોક પાંડે, જિલ્લા કલેકટરશ્રી કે.ડી.લાખાણી, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ ટી.આર.દેસાઈ, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રમતગમત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભારત સરકારના સાંસ્કળતિક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. રેતી શિલ્પના પાંચ દિવસના આ કાર્યક્રમમાં અલગ અલગ કલાકારો પોતાની કળતિઓમાં રુક્ષ્મણી હરણ, માધવ વિવાહ, માધવપુર મેળાની પ્રતિકળતિ, મોરપીંછ, શંખ, રામ મંદિર, મતદાન જાગળતિ, જલ પરિ, વાંસણી સાથે કળષ્ણ, જેવા રેતી શિલ્પ તૈયાર કરાયા છે. ગુજરાત લલિતકલા કલાની ટીમ આ શિલ્પોની જાળવણી કરશે, પાંચ દિવસ આ મહોત્સવ ચાલશે, આ રેતીશીલ્પ મહોત્સવમાં ગુજરાત ગૌરવ નથુભાઈ ગરચર, હરીશ લાખાણી, પરિમલ મકવાણા, અવકાશ દ્રારકા, સાયાભા, જયેશ હીગરાજીયા સહિત ૩૦ થી ૩૫ કલાકારોએ ભાગ લીધો છે, લોકો માટે રેતી શિલ્પ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. દરિયા કાંઠે આકર્ષણ જમાવતા કલાત્મક રેતી શિલ્પની તસવીરો. (તસવીરઃ પરેશ પારેખ પોરબંદર)
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
