News of Thursday, 18th April 2024
જેતપુરમાં ૮૦ વર્ષની પરંપરા મુજબ શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા
જેતપુરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી : શહેર રામમય બની ગયું : પૌરાણીક નૃરસિંહ મંદિરથી શોભાયાત્રા સંતો મહંતોના હસ્તે પ્રારંભ થઇ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૮: શહેરમાં આદીકાળથી મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો ઉમટી પડતા આખુ શહેર રામમય બની જાય છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે શોભાયાત્રા નૃરસિંહજી મંદિર ખાતેથી પ્રારંભ થયેલ જેમાં રથમાં સવાર ભગવાનશ્રી રામ, લક્ષ્મણ, સીતામાતા અને હનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવેલ હતી. આ રથ ની પાછળ અનેક ફલોટસ શહેર તેમજ નવાગઢના જુદા જુદા વિસ્તારોમાંથી જોડાયા હતાં. દરેક ફલોટસમાં ભગવાન શ્રી રામના જીવન ચરીત્ર વિષે બતાવવામાં આવેલ. હતાં.
આ શોભાયાત્રા મંદિરેથી શરૂ થઇ સ્ટેન્ડ ચોક, તીનબતી ચોક કણકીયા પ્લોટ, ફુલવાડી, ચાંદની ચોકમાંથી પસાર થઇ રાત્રે ૧૦-૩૦ કલાકે મંદિરે ધર્મસભામાં ફેરવાઇ હતી.
આ રૂટ ઉપર ઠેર ઠેર સરબત, કોલ્ડ્રીંકસ, છાસ, લચ્છી, તેમજ નાસ્તાના સ્ટોલ સેવાભાવી સંસ્થા તેમજ લોકો દ્વારા બનાવવામાં આવેલ હતાં.
આખા રોડ રસ્તાને ધજા પતાકા, અને રોશનીથી જળહળતીત કરવામાં આવેલ બપોરે ૪ વાગ્યા લોકો આ શોભાયાત્રા નીહાળવા લાઇનો લગણી દીધી હતી.
સરબતનું આયોજન કરનારાઓને પંકજભાઇ જયસ્વાલ પોતાની રીક્ષા દ્વારા પીવાનું ચોખ્ખુ પાણી વિનામૂલ્યે આપી મહત્વની સેવા બજાવે છે. આ શોભાયાત્રાનો લ્હાવો લઇ ભગવાનના દર્શન કરવાનું ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા લોકસભા પોરબંદર સીટના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા, યુવા ભાજપ પ્રતિ અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ ડાઇંગ એશોસીયન પ્રમુખ જેન્તીબાઇ રામોલીયા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઇ જોગી, બાબુભાઇ ખાચરીયા તેમજ શહેરના અગ્રણી આગેવાનો રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ જોડાયા હતા. શોભાયાત્રાના અધ્યક્ષ તેમજ નૃરસિંહજી મંદિરના મહંત કનૈયાનંદ બાપુનું મુસ્લીમ આગેવાનોએ શાલ ઓઢાડી સન્માન કરી કોની એકતાનું ઉદાહરણ પુરૂ પાડયુ હતું. ડી.વાય.એસ.પી. આર. એ. ડોડીયા સીટી પી.આઇ. એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ ડીવીઝટ પોલીસની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રાની સારી વ્યવસ્થાથી પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. તમામ દ્વિતીય, તૃતીય, ક્રમાકે આવનાર ફલોટસને ઇનામથી પ્રોત્સાહીત કરાશે. એક કિલોમીટર જેટલી લાંબી શોભાયાત્રાને નીહાળવા આશરે લાખથી પણ વધુ લોકો ઉમટી પડયા હતા. શહેરમાં જયશ્રીરામના નારાઓ ગુંજી ઉઠયા હતા.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
