<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th April 2024

જામનગરમાં રામનવમી નિમિતે ભવ્‍ય ૪૩મી રામસવારી યોજાઇ

હિન્‍દુ ઉત્‍સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજીત શોભાયાત્રામાં ભાવિકોની ભીડ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૮ :..  જામનગરમાં ચાંદી બજાર વિસ્‍તારમાં હરહંમેશા શ્રીરામ સવારીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવે છે, જ્‍યાં ભારતીય જનતા પાર્ટી પરિવાર તેમજ શ્રી ગણેશ મરાઠા મંડળ વગેરે દ્વારા રામસવારી નું ભવ્‍યાતીભવ્‍ય સ્‍વાગત થાય છે. જેમાં આ વખતે શ્રી ગણેશ મરાઠા મંડળ, તેમજ વિપુલભાઈ મહેતા (ભુરાભાઈ) ની ટીમ દ્વારા ભગવાન શ્રીરામનું ૩૦ ફૂટનું કટ આઉટ તૈયાર કરીને ચાંદી બજાર ચોકની મધ્‍ય સુશોભીત કરીને રખાયું હતું, અને તેની ફરતે રોશની કરાઈ હતી.

સાથોસાથ અયોધ્‍યા ના રામ મંદિરની ઙ્કતિકળતિ પણ કંડારવામાં આવી હતી, જેના દર્શનનો લાભ લેવા માટે ચાંદીબજારના ચોકમાં અનેક ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમજ ડી.જે. ના તાલે રામ ધુન માં અનેક ભાવિકોએ સાથ આપ્‍યો હતો, અને રામમય વાતાવરણ બન્‍યું હતું.

 છોટીકાશીનું બીરૂદ પામેલા જામનગર શહેરમાં હિન્‍દુ ઉત્‍સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્‍ટના નેજા હેઠળ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઐતિહાસિક જનમેદનીની વચ્‍ચે ભવ્‍યાતિભવ્‍ય રામ સવારી નિકળી હતી, અને શહેરના મુખ્‍ય માર્ગો પર ફરી હતી. જે તળાવની પાળ પર આવેલા સુપ્રસિધ્‍ધ  બાલા હનુમાનજી મંદિરેથી પ્રારંભ થઇ હવાઇ ચોક, સેતાવાડ, સેન્‍ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ અને પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન  શ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના ૧.૦૦ વાગ્‍યે પૂર્ણ થઇ હતી. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર હજારોની સંખ્‍યામાં રામભક્‍તોએ ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકીજીની પાલખીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી. શોભાયાત્રા દરમ્‍યાન વિવિધ સંસ્‍થાઓ દ્વારા ૨૬ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્‍સ તૈયાર કરાયા હતા. ઉપરાંત રામ ભકતો દ્વારા વિવિધ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો સાથે રામધૂનના નારા ગજવતાં સમગ્ર શહેર રામમય બન્‍યું હતું.

 જામનગર શહેરમાં પરંપરાગત રીતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્‍ટ અને હિન્‍દુ ઉત્‍સવ સમિતિના નેજા હેઠળ તેતાલીસમી રામસવારીનું આયોજન હાથ ધરાયું હતું. ગઇકાલે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને ભવ્‍ય રામ સવારી યોજાઇ હતી. સુઙ્કસિધ્‍ધ બાલા હનુમાનજીના મંદિરેથી રામ સવારીનો પ્રારંભ થયો હતો. જેમાં

બાલા હનુમાન મંદિરના પુજારી ઉપરાંત મંદિરના ટ્રસ્‍ટી ગણીના  વિનુભાઇ તન્ના વિગેરેએ પાલખીનું સ્‍વાગત અને પૂજન કર્યું હતું, આ વેળાએ હિન્‍દુ ઉત્‍સવ સમિતિના કાર્યકારી અધ્‍યક્ષ ધીરૂભાઇ કનખરા, જામનગર શહેરના ધારાસભ્‍ય દિવ્‍યેશભાઈ અકબરી તેમજ રીવાબા જાડેજા, ખંભાળિયા વિસ્‍તારના પૂર્વ કોંગી ધારાસભ્‍ય વિક્રમભાઇ માડમ, જામનગર લોકસભા વિસ્‍તારના કોંગી ઉમેદવાર જે.પી. મારવીયા ભાજપના શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, સ્‍ટે. ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતસિંહ વાળા, તથા કોંગ્રેસ પાર્ટીના અન્‍ય હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા, અને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું તેમજ શોભાયાત્રાના માર્ગ પર શ્રી રામ - લક્ષ્મણ - જાનકીની પાલખીનું પૂજન કર્યુ હતું.

  આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્‍ટ દ્વારા ભગવાન શ્રી રામ - લક્ષ્મણ - જાનકીની મુખ્‍ય પાલખી વન્‍ય કુટિર સાથેનો લીલા રંગથી સુશોભીત એવા અત્‍યંત આકર્ષક ફલોટ્‍સ તૈયાર કરવામાં આવ્‍યો હતો, અને સમગ્ર ફલોટ્‍સને લીલા વષાો થી તેમજ ફૂલ ઝાડ સાથે અને ભવ્‍ય લાઇટીંગ સહિત સુશોભન સાથેનો આકર્ષક રથ તૈયાર કરવામાં આવ્‍યો હતો. સાથો સાથ ડીજે સીસ્‍ટમ - પ્રસાદ વિતરણ સહિતના અલગ અલગ ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત,શિવ સેના, તાડીયા હનુમાન મિત્ર મંડળ, ઓમ યુવક મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રુપ, મહા સેના, હિન્‍દુ સેના, પ્રણામી યુવક મંડળ, ઓમ યુવક મંડળ, ડી. જે.સી.વાય. ગ્રૂપ, નાગેશ્વર મિત્ર મંડળ, વિરાટ બજરંગ દળ, રાજા મેલડી ગ્રુપ, શિવ શક્‍તિ ગ્રુપ, શ્રીરામ પ્રભુ ચેરીટેબલ ટ્રસ્‍ટ, ભગવા રક્ષક ગ્રુપ, પી.જે. એકેડેમી ગ્રુપ હિન્‍દુ સેના બાળ ગ્રૂપ સહિતના ૨૬ જેટલા સુંદર અને આકર્ષક ચલિત ફલોટ્‍સ જોડાયા હતા. જેના દર્શનનો લ્‍હાવો લેવા માટે સમગ્ર શોભાયાત્રાના રૂટ પર રામ ભકતોની હકડેઠઠ જનમેદની ઉમટેલી જોવા મળી હતી.

 મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્‍ટના પ્રમુખશ્રી રાજેશ વ્‍યાસ (રાજુભાઇ મહાદેવ) ના માર્ગદર્શન હેઠળની આ વખતે સતત તેતાલીસમાં વર્ષે યોજાનારી રામસવારીના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં હતી છે. જેના કન્‍વીનર તરીકે પી.એમ. જાડેજા તથા સહ કન્‍વીનર તરીકે મળગેશભાઈ દવે તેમજ ધવલભાઈ નાખવાની નિયુકતી કરવામાં આવી હતી. જેમની આગેવાનીમાં સર્વશ્રી રાજેન્‍દ્રસિંહ સોઢા, જીગર રાવલ, ચંદ્રવદન ત્રિવેદી, વ્‍યોમેશ લાલ, ભાર્ગવ પંડયા,  ઙ્કતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, ધિમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, હેમલ ગુસાણી, સંદીપ વાઢેર, મનોજભાઇ પરમાર, નંદલાલભાઇ કણઝારીયા, જીતુભાઇ ઝાલા, વૈભવ રાવલ, રાહુલ ચૌહાણ, જય બખતરીયા, વિજયસિંહ જાડેજા, હાર્દિક ગોપીયાણી, વિશાલ પંડયા, અમર દવે, ચિરાગ જીંઝુવાડીયા, રાજ ત્રિવેદી, યોગેશ ઝાલા, મિતેશ મહેતા, યોગેશ જોશી, યજુર્વેન્‍દ્રસિંહ જાડેજા સહિતના ૫૩ સભ્‍ય કાર્યકરોની સમિતિ દ્વારા રામસવારીનું સંચાલન કરાયું હતું.

 શોભાયાત્રાની પૂર્ણાહુતિ પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રી રામ મંદિર પાસે કરાઇ હતી. જયાં લોહાણા મહાજન વાડીમાં આવેલ રામચંદ્રજી મંદિર ખાતે રામધુન તથા સંગીતમય હનુમાન ચાલીસા તથા સુંદર કાંડના પાઠ રાખવામાં આવ્‍યા હતા.

પૂર્ણાહુતિ સમયે લોહાણા સમાજ મહામંત્રી રમેશભાઇ દત્તાણી, ઉપરાંત મનોજ અમલાણી, લોહાણા મહાજન જ્ઞાતિના કારોબારી સભ્‍ય હેમલ ચોટાઇ, નિલેષ ચંદારાણા, અનિલ ગોકાણી, નિલેશ ઠકરાર, રાજુભાઇ હિંડોચા, મધુભાઇ, અતુલભાઈ, રાજુ પતાણી, રાજુ ગોંદિયા, ભરતભાઇ કાનાબાર,  તથા બહેનો સહિતના લોહાણા મહાજન અગ્રણીઓએ ફૂલહારથી રામરથનું સ્‍વાગત કરી પૂર્ણાહુતિ કરાવી હતી.

 શ્રીરામની વેશભૂષા માં સજ્જકલાકાર મોંનું શોભાયાત્રા નું મુખ્‍ય આકર્ષણ બન્‍યા

 જામનગરમાં ગઈકાલે યોજાયેલી પરંપરાગત રામ સવારીમાં આ વખતે નગરના જ મોનું નામના કલાકાર કે જેઓ પ્રત્‍યેક શોભાયાત્રામાં અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈને જોડાય છે.

 જેઓ આ વખતે અયોધ્‍યા માં બિરાજમાન રામલલ્લાની ઙ્કતિકળતિ સમાન જ વેશભૂષામાં સજજ થઈને રામ સવારીમાં જોડાયા હતા, જે ભગવાન શ્રી રામ ના નવા સ્‍વરૂપ ના રથ સાથે જોડાયા હતા. જેનો ભવ્‍ય નજારો નિહાળવા માટે શહેરના અનેક રામભક્‍તોએ કતાર લગાવી હતી, તેમ જ કેટલાક રામભક્‍તોએ શ્રી રામ સાથે સેલ્‍ફી પડાવીને પણ ધન્‍યતા અનુભવી હતી.

 અયોધ્‍યામાં બિરાજમાન બાલકરામ જેવી જ પ્રતિકળતિના દર્શન નિહાળીને શહેરના અનેક રામભક્‍તો અભિભૂત થયા હતા, અને ખૂબ જ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા.

 શ્રીરામ મંદિરનો ફલોટ

આકર્ષણ નું કેન્‍દ્ર બન્‍યો

જામનગરની સંસ્‍થા રંગતાળી ગ્રૂપ અને સહિયર ગ્રુપ દ્વારા અયોધ્‍યા સ્‍થિત ભગવાન શ્રી રામ મંદિરની પ્રતિકળતિ સાથેનો ફલોટ તૈયાર કરવામાં આવ્‍યો હતો, અને વિશાળ કદ નું રામ મંદિર ભાવિકોના દર્શનાર્થે મુકાયું હતું,

 જે રામ મંદિર સાથે અનેક રામભક્‍તોએ સેલ્‍ફી પડાવી હતી, તો કેટલાક  રામભક્‍તોએ મંદિરના દર્શન કરીને ધન્‍યતા અનુભવી હતી.

મોટા કદના બજરંગ બલી

અને મંકી મેન બાળકો માટે

ખૂબ જ આકર્ષણનું કેન્‍દ્ર રહ્યા

 જામનગરમાં યોજાયેલી ૪૩મી રામસવારીમાં નવા આકર્ષણના ભાગરૂપે રાજા મેલડી ગ્રુપ દ્વારા મોટા કદના બજરંગ બલીને ઉતારવામાં આવ્‍યા હતા, જે બજરંગબલીની હરકતો નિહાળીને નગરના અનેક બાળકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. જે હનુમાનજીની સાથે અનેક ભાવિકોએ સેલ્‍ફી પડાવી હતી.

 આ ઉપરાંત ભાવનગર ના કલાકાર કે જેઓ મંકી મેનની ભૂમિકામાં જોડાયા હતા, તેઓની એન્‍ટ્રી ખૂબ જ બાળકો માટે આનંદ પમાડે તેવી રહી હતી. જેના હેરત ભર્યા પ્રયોગો તેમજ રમૂજ નિહાળીને અનેક રામભક્‍તો અચંબામાં પડી ગયા હતા, અને હાસ્‍ય પણ જોવા મળ્‍યું હતું.

(4:59 PM IST)