<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th April 2024

ભાવનગરના ઉંચડીમાં ર ભાઇઓના ડૂબી જવાથી મોત

પાંચ મિત્રો નાવલી નદીમાં ન્‍હાવા ગયા હતા ત્‍યારે દુર્ઘટના સર્જાઇઃ બાબર પરિવારમાં ઘેરો શોક

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૯ :.. બાબર જ્ઞાતિના અશોકભાઈ મોહનભાઇ ભેડા ના બે પુત્રો દર્શન (ઉ.વ.૧૩) જે ધો.૮ અને દક્ષ (ઉ.વ.૧૧) જે ધો.૬ મા અભ્‍યાસ કરતા હતા.આ બંને સગા ભાઈઓ ગામના સાથી મિત્રો યુવરાજ, દર્શક અને પાર્થ સાથે ગામની સીમમાં આવેલ નાવલી નદીના પાણી મા ગરમીથી રાહત મેળવવા બપોરના સમયે ન્‍હાવા ગયા હતા.

કાળજાણે અહીં રાહ જોઈનેજ બેઠો હોય તેમ બંને સગાભાઈઓ મિત્રો ની નજર સમક્ષ જ ડૂબવા લાગ્‍યા હતા.બાળકોએ તેની જાણ નજીકની વાડીઓ વાળા ને કરતા ગામના સેવાભાવી લોકો દોડી આવી ને બાળકો ને બચાવવા પાણીમાં ખબકયા હતા.બંને ભાઈઓને તળાજા રેફરલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.જ્‍યાં ફરજ પરના તબીબે મળત જાહેર કર્યા હતા.મળતકના પિતા ઘરે આરી ભરત નું કામ કરેછે.જ્‍યારે માતા ખેત મજૂરી કરી ને જીવન નિર્વાહ ચલાવવામાં મદદ કરે છે.

બનાવના પગલે ધારાસભ્‍ય ગૌતમભાઈ ચૌહાણ, તા.પં.પ્રમુખ રાણાભાઈ સોલંકી,જિલ્લા પં. ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી સહિતના રાજકીય સમાજિક આગેવાનો, ઉંચડી ગામના લોકો સાંત્‍વના આપવા હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા. ઉલ્લેખનિય છેકે આફતગ્રસ્‍ત ભેડા પરિવાર ના સભ્‍યો મોટાભાગના સુરત વરાછા ખાતે સ્‍થાઈ થયા છે.

પીઆઇ.ને પ્રમુખે કહ્યું ગંભીરતા લો

બંને બાળકોને મળત જાહેર કર્યા બાદ તળાજા પોલીસ મથકે જાણ કરવા છતાંય પોણો  કલાક વીતવા છતાંય પોલીસ ઇન્‍કવેસ્‍ટ સહિતની કાયદાકીય કામગીરી માટે આવિનહતી.આથી તાલુકા પંચાયત પ્રમુખે પો.ઇ સુડેસરા ને મોબાઈલ કરી ને કહેવું પડ્‍યું હતું કે ગંભીરતા લો..

પાણીમાંથી જીવતા બહાર કાઢયા હતાઃ જગદીશ ખેર

ઉંચડી ગામના સરપંચ ના પુત્ર જગદીશભાઈ ખેર પોતાની ફોર વહીલમાજ બંને બાળકો ને લાવ્‍યા હતા.તેઓએ જણાવ્‍યું હતુ કે વાડી વાળા નો ફોન આવતા તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી ગયા હતા.પાણી માંથી કાઢી મારી ગાડી મા મુકયા ત્‍યારે બંને ભાઈઓ ઉલટી કરતા હતા.જીવી જશે તેવી આશા હતી.હોસ્‍પિટલમાં ડોક્‍ટરે તપાસતા બંને ને મળત જાહેર કર્યા હતા..

બે સગા ભાઈઓના મોત ની પ્રથમ ઘટનાઃ શૈલેશ ભેડા

આફતગ્રસ્‍ત પરિવાર ના શૈલેશભાઈ ભેડા એ જણાવ્‍યું હતુ કે બંને ભાઈઓ મિત્રો સાથે ઘરેથી કયારે ન્‍હાવા ગયા તે ખબરજ હતી નહિ!.કુમળી વયના બે સગા ભાઈઓ ના આ રીતે મોત થયા હોય તેવી ઉંચડી ગામમાં પ્રથમ ઘટના છે.

 

(12:22 PM IST)