News of Friday, 19th April 2024
અમેરીકાના કેલીફોર્નીયાના સેરોટીસ સીટીના સતત ત્રીજી વખત મેયર ચૂંટાયા
ભારત ગુજરાત રાજકોટ જીલ્લા ઉપલેટા અને આહિર સમાજનું ગૌરવ વધારતા નરેશભાઇ સોલંકી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૯: નાની ઉમરમાં ભારતીય યુવાન અમેરીકાના કેલીફોર્નીયા રાજયના સેરોટીસ સીટીના સતત ત્રીજી વખત મેયર ચુંટાઇને અમેરાકાના ઇતિહાસનો રેકોર્ડ હશે જે દેશ વિદેશમાં વસતા ગુજરાતી સમાજ અને રાજકોટ જીલ્લા ઉપલેટા અને સમસ્ત આહિર સમાજનું ગૌરવ ગણાય.
મુળ ઉપલેટાના સોરઠીયા આહિર સમાજના બાપ દાદાનો મુળ ધંધો ખેતીવાડી હતો અને હજુ પણ છે આવા ગૌરવરૂપ નરેશભાઇ જીવાભાઇ સોલંકી ૨૦૧૫માં સેરીટોસ સીટી કાઉન્સીલમાં ચુંટાયા હતા અને ૨૦૨૦માં ફરીથી ચુંટાયા હતા ૨૦૧૬ અને ૨૦૧૮માં મેયર પ્રો ટેમ અને ૨૦૧૯ અને ૨૦૨૦માં મેયર બન્યા હતા ૧૯૮૮ થી સેરીટોસ નિવાસી કાઉન્સીલ મેમ્બર તેઓ અગાઉ પ્લાનીંગ કમીશનર તરીકે સેવા આપી હતી ૨૦૦૭ થી ૨૦૧૫ સુધી કાઉન્સીલ મેમ્બર સીટી કાઉન્શીલ બજેટ/ ફાયનાન્સ પરફોર્મીગ આર્ટેસ પર્સોનલ / પ્બલીક સેફટી ઓટોમોલ બિઝનેશ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને વેસ્ટ સાન્ટા આના બ્રાંચ ટ્રાન્ઝીટ પ્રોજેક્ટ કમીટીના સભ્ય છે તે કેલીફોર્નીયા કોન્ટ્રાકટ સીટીઝ એસોશસીએશન, લોસ એન્જલ્સ કાઉન્ટી સીટી સીલેક્શન કમીટી, ગેટવે સીટીઝ કાઉન્સીલ ઓફ ગર્વેમેન્ટસ, ગેટવે સીટીઝ કાઉન્સીલ ઓફ ગર્વેમેનટસ - ૯૧/૯૦૫ /૪૦૫ કોરીડોર સીટીઝ કમીટી, સેનીટેશન ડ્રીસ્ટકટ ૨,૩,૧૮ અને ૧૯ માં કાન્શીલના પ્રતિનીધી તરીકે સેવા આપે છે/વેસ્ટ મેનેજમેન્ટ અને એસઇએલએસીઓ વર્કે હોશ ડેવલપમેન્ટ બોર્ડે - પોલીશી બોર્ડ.તે સધરને કેલીફોર્નીયા એસોસીએશના ઓફ ગર્વેમેન્ટસના સીટીના વેક્લીક પ્રતિનીધી છે.
કાઉન્સીલ મેમ્બર સોલંકી નરેશભાઇ સેરીટોસ ઓપ્ટીમીન્સ મીસ્ટ ક્લબ અને સેરીટોસ રીજનલ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય છે તેઓ લાયન્સ કલબ અને બૌટરી ક્લબ તેમજ ગ્લાઇન્ડ સ્ટા્ટે ઓફ અમેરીકાના સ્થાનીક પ્રકરણો સાથે સંકળાયેલા છે અને તેમને સમથેન આપે છે તેઓ રીટેલ ગ્રોસરી સુપર માર્કેટના સીઇઓ પ્રમુખ છે અને તેઓ હોસ્પીટાલીટી વ્યવસાયમાં પણ છે. કાઉન્સલ મેમ્બર સોલંકી નરેશભાઇ અને તેમના પત્ની પ્રિતીબેનનેને બે પુત્રો મેહુલ અને જય તેમજ પુત્રી જાશ્મીન છે.
સ્વભાવે સરળ અને નાની ઉમરની રાજકીય અને બિઝનેશની આવડી મોટી તરક્કીથી તેમના વતન ઉપલેટામાં સમસ્ત આહીર સમાજ સહીતના લોકો ગૌરવ અનુભવી રહયા છે વતનનું ઋણ અદા કરવા માટે છેલ્લા ૨૧ વર્ષેથી તેમનો પરિવાર ઉપલેટામાં ડીસેમ્બર મહીનામાં મેગા મેડીક્લ કેમ્પનું ભવ્ય આયોજન કરે છે જેમાં અમેરીકા સહીત દેશ વિદેશના તથા ભારતના નામાંકીત અને નિષ્ણાંત તબીઓ પોતાની સેવા આપે છે જેમાં સોલંકી પરિવાર સહીત દેશ વિદેશના દાતાઓ સહયોગ આપે છે જેમાં દદીને દવા ઓપરેશન સારવાર રહોવ જમવા સહીતની સવલત વિનામુલ્યે મળે છે તેમજ આ સોલંકી પરિવારનું શિક્ષણ ક્ષેત્રે ખુબ મોટુ આર્થિક યોગદાન આપેલ છે અને તેમના મુળવાઓના નામે સ્કુલ કોલેજના નામો જોડવામાં આવ્યા છે હાલમાં ઉપલેટામાં તેમની ખેતી અને બાંધકામ સહીતનો બિઝનેશ પણ ચાલુ છે અને વર્ષે દરમ્યાન તેઓ કોઇને કોઇ પ્રસંગે અચુક હાજરી આપે છે. (તસ્વીરઃ નિલમ રાઠોડ - ઉપલેટા)
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
