તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 19th April 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતો તાપ
મહતમ તાપમાનનો પારો સતત ઉંચો જતા લોકો ગરમીથી ત્રાહીમામ

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડતા અને ૪૨ ડિગ્રીને પાર થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.
છેલ્લા ૪-પ દિવસથી અસહય ગરમી પડતા લોકો પરસેવો રેબઝેબ થઇ રહયા છે. બપોરના સમયે ધોમધખતા તાપથી બચવા માટે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. અને એસી તથા પંખાના સહારે ઘરમાં રહે છે. ગરમીથી બચવા માટે સરબત, શેરડીનો રસ, આઇસ્ક્રીમ બરફના ગોલા ખાય છે. અને ટાઢક મેળવે છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૬.પ, મહતમ તાપમાન ૩૫.૬, ભેજનું પ્રમાણ ૮૨%, પવનની ગતિ ૯.૮ કિ.મી. રહી હતી.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
