News of Monday, 22nd April 2024
ગોંડલમાં રાજકોટના સંદિપ કુવારીયા પર પુર્વ પત્નિના પ્રેમીનો છરીથી હુમલો
જેલ ચોકમાં બઘડાટીઃ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૨: મુળ રાજકોટના અને હાલ ગોંડલ રેહતાં સંદિપ રાજનભાઇ કુંવારીયા (ઉ.વ.૨૦) પર તેની પુર્વ પત્નિના પ્રેમીએ છરીથી હુમલો કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ કીટીપરામાં અગાઉ રહેતો સંદિપ કુવારીયા હાલ ગોંડલ રહી કડીયા કામની મજૂરી કરે છે. તે કાલે ગોંડલ જેલ ચોકમાં હતો ત્યારે કરણ ચારોલીયાએ છરીથી હુમલો કરી પેટમાં ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવ્યો છે. સંદિપ સાથે રહેલી મોનીકા નામની મહિલાએ જણાવ્યું હતું કે પોતે અગાઉ સંદિપની પત્નિ હતી. બાદમાં કરણ ચારોલીયા તેણીને ભગાડી ગયો હતો. થોડા દિવસ પહેલા કરણ સાથે માથાકુટ થતાં પોતે ફરીથી પ્રથમ પતિ સંદિપ પાસે આવી ગઇ હતી. આ બાબતનો ખાર રાખી કરણે આવી છરીથી હુમલો કર્યો હતો.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
