<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

નરેન્‍દ્રભાઇ જુનાગઢમાં-અમિતભાઇ જામકંડોરણામાં સભા ગજવશે

લોકસભા ચૂંટણીનો માહોલ હવે બરાબરનો જામશેઃ ભાજપના સ્‍ટાર પ્રચારકો સભાઓ સંબોધશે

 

રાજકોટ તા. ૨૪ : લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઇ ગયો છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષો દ્વારા સભાઓ તથા લોકસંપર્ક કરી રહ્યા છે ત્‍યારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ સૌરાષ્‍ટ્રના પ્રવાસે આગામી દિવસોમાં આવી રહ્યા છે.

તા. ૨૭ને શનિવારે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રાજકોટ જીલ્લાના જામકંડોરણામાં જાહેરસભા ગજવશે.

જ્‍યારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી તા. ૧ મે ના રોજ જુનાગઢ, પંચમહાલ, દાહોદમાં જાહેરસભા સંબોધે તેવી શકયતા છે

(5:34 PM IST)