News of Thursday, 25th April 2024
મોરબીમાં ડમ્પરની ઠોકરે ચડેલા ૨૦ વર્ષના અમને દમ તોડી દીધો
ગઇકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો

રાજકોટ તા. ૨૪: મોરબીમાં લખધીરપુર રોડ પર સોરીસો ચોકડી પાસે ગઇકાલે સવારે એક યુવાન ડમ્પરની ઠોકરે ચડી જતાં કમરથી નીચેના ભાગનો છુંદો બોલી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મોરબી કેજીકો કંપની પાસે રહેતો અમન ચંદ્રભાણ (ઉ.વ.૨૦) નામનો પરપ્રાંતિય યુવાન ગઇકાલે સવારે ચાલીને લખધીરપુર રોડ સોરીસો ચોકડી પાસેથી જઇ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
