<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

૯ જણની સામૂહિક હત્‍યાકાંડના ચકચારી કેસમાં

૨૩ વર્ષથી વોન્‍ટેડ આરોપીને પકડવા પોલીસે ભેંસ વેંચી, રિક્ષા ચલાવી તો ફેરિયા બની ડુંગળી-બટેટા વેંચ્‍યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : જમીનના મુદ્દે ૨૦૦૧ માં કચ્‍છના રાપર તા.ના સુરબા વાંઢ ગામે ૯ જણની હત્‍યાના સામૂહિક હત્‍યા કાંડે હાહાકાર સજર્યો હતો. આ હત્‍યાકાંડમાં ૪૯ જણના ટોળાએ સામૂહિક હુમલો કરી ધારિયા, કુહાડી, ભાલા, છરા, બંદૂકો સાથે ૯ જણની કરપીણ હત્‍યા નીપજાવી હતી.

આ ગુનામાં ૪૯ આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી. જેમાં ૪૮ ઝડપાયા હતા તેમની સામે કેસ ચાલ્‍યો અને સજા પણ થઈ ગઈ. જયારે અરજણ રૂપા કોળી નામનો આરોપી ૨૩ વર્ષથી વોન્‍ટેડ હતો. નામ અને વેશ પલ્‍ટો કરી વર્ષોથી છુપાયેલા આ આરોપીને ઝડપવા પૂર્વ કચ્‍છ એલસીબીએ કમર કસી અને વેશ પલ્‍ટો કરી ભેંસ વેંચી, ક્‍યારેક રિક્ષા ચલાવી તો ક્‍યારેક ડુંગળી બટેટા વેંચ્‍યા.

અંતે પોલીસે રેકી દ્વારા આ આરોપીની ખરાઈ કરી રાપર તા.ના લાકડા વાંઢ ગામે છુપાઈ ને રહેતો હોવાનું જાણવા મળ્‍યા બાદ રાત્રે ત્રણ વાગ્‍યે તેના ઘરની ઉપર રેડ પાડી ઝડપી પાડયો છે. તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ છે.

(12:10 PM IST)