<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

હળવદ હાઇ-વે ઉપર બબ્‍બે કારની ઠોકરે વળદ્ધનું મોત

એક કાર ચાલકે બાઈકને હડફેટે લીધું બીજાએ કાર હેઠળ વળદ્ધને કચડી નાખ્‍યા : બંને ફરાર

 

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૫: વઢવાણ તાલુકાના વેળાવદર ગામે રહેતા ગણેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૬૧ બે દિવસ પહેલા પોતાના હળવદ ખાતે રહેતા દિકરાના ઘરે આવ્‍યા હતા.જે બાદ હળવદ હાઇવે પર આવેલ તેમના દીકરાની દુકાનેથી સરા ચોકડી તરફ આવી રહ્યા હતા ત્‍યારે રાતકડી જવાના રોડ પાસે એક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા ગણેશભાઈ રોડ પર પટકાયા હતા અને ત્‍યાર બાદ પાછળ આવી રહેલા કારચાલકે ગણેશભાઈ પર કાર ચડાવી દેતા તેઓનું ઘટના સ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.

આ ગંભીર અકસ્‍માત બાદ બન્ને કારચાલક ફરાર થઈ ગયા હતા વળધ્‍ધની લાશને હળવદ સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવી હતી હાલ પોલીસ દ્વારા કાર ચાલકની શોધખોળ શરૂ કરી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:12 PM IST)