<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

લીંબડી પાસે ડમ્‍પર હડફેટે બે બાઇકસ્‍વારના મોત

અંકેવાળિયા નજીક રેતી ભરેલ ડમ્‍પરે સર્જેલો અકસ્‍માત : બાઇકસ્‍વાર ટ્રક નીચે ઢસકાયો : અરેરાટી

 

વઢવાણ, તા. અમદાવાદ, તા. ર૭ : બેફામ રસ્‍તા ઉપર ચાલતા ડમ્‍પર ચાલકો પોતાની મરજી પ્રમાણે સ્‍પીડથી ટ્રક ચલાવતા હોય છે. અને તેના લીધે બે કસુરોનો ભોગ લેતા હોય છે. આવો બનાવ લીંબડીના અંકેવાળિયા અને કારોલ ગામ નજીક બન્‍યો હતો. જેમા બે શખ્‍સે બાઈક પર સવાર થઈ રહેલા હતા. તેવામાં રેતી ભરેલો ડમ્‍પર ચાલકે અડફેટ લીધા હતા. અને બાઈક સવાર બે શખ્‍સના મોત થઈ ગયા હતા. મોત થનારનું નામ જંયતીભાઈ પુંજાભાઈ રાઠોડ, અરવિંદભાઈ ગોરાભાઈ વાઘેલા  છે. જ્‍યારે આ બનાવ બન્‍યો ત્‍યારે આજુ બાજુના લોકો તાત્‍કાલિક ઘટના સ્‍થળ પર આવી પહોંચ્‍યા હતા. અને બાઈક સવારને હોસ્‍પિટલ લઈ ગયા હતા.

બાઈક સવાર અને રીતે ભરેલો ટ્રકનું અકસ્‍માત થયુ ત્‍યારે બાઈક સવાર ડમ્‍પર નીચે આવી ગયો હતો. અને ડમ્‍પર  ઉભી રાખવાની જગ્‍યાએ ફૂલ સ્‍પીડથી ટ્રક ભાગાવી હતી. તેના કારણે બાઈક સવાર ટ્રકના નીચે આવી ગયો હતો. અને ૨૦૦મીટર સુધી ખસડાયો હતો. અને તેના કારણે બાઈક સવારનું મોત થયુ હતુ.

બાઈક અને ટ્રકનો અકસ્‍માત થયો ત્‍યારે ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને ભાગી ગયો હતો.  પછી ગણતરીની કલાકોમાં ટ્રક ચાલકને ઝડપી પાડ્‍યો હતો. અને જેલ ભેગો કર્યો હતો.

વધુમાં જાણવા મુજબ લીંબડી-લખતર રોડ પર ઘાઘરેરિયા પાસે ડમ્‍પર અને બાઈક વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા . સ્‍થળ પરજ પંચનામું કર્યું ત્‍યાં સુધી ચાર કલાક બંને લાશ રસ્‍તા પર જ પડી રહી હતી. પંચ રોજકામ કર્યા બાદ બંને મળતદેહોને લીંબડી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

સુરેન્‍દ્રનગરના લીંબડી-લખતર રોડ પર ડમ્‍પર અને બાઈક વચ્‍ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બાઈક ડમ્‍પર નીચે ઘૂસી ગયું હતું. અકસ્‍માતમાં બાઈક સવાર જેન્‍તીભાઈ પુંજાભાઈ રાઠોડ અને અરવિંદભાઈ ગોરાભાઈ વાઘેલા નામના પિતરાઈ ભાઈઓના ઘટનાસ્‍થળે જ મોત નિપજ્‍યા હતા. અકસ્‍માત એટલો ગંભીર હતો કે, બાઈક સવાર એક વ્‍યકિત ફંગોળાઈને રોડની બાજુમાં આવેલા ખેતરમાં પડ્‍યો હતો.

અકસ્‍માતના પગલે લીંબડી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્‍થળે દોડી ગયો હતો

(11:57 AM IST)