તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
આજથી કચ્છમાં હાજીપીરબાબા ની દરગાહે ત્રિદિવસીય ઉષૅ પ્રારંભ
ઉષૅ પૂર્વે એક લાખથી'યે વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વહીવટી અને પોલીસ તંત્ર ખડે પગે

(ભુજ) ગાયોને બચાવવા શહીદી વહોરનાર કચ્છની કોમી એકતાના પ્રતીક હાજીપીર બાબાની દરગાહે ત્રણ દિવસ ચાલતા ઉષૅ નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે.
જોકે, ગઇકાલે જ એક લાખ થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા ની દરગાહે માથું ટેકવ્યું હતું. ત્રણ દિવસ ચાલનારા ઉર્સમાં ૫ લાખથી વધુ લોકો ઉમટશે. ભારે ગરમી વચ્ચે પણ હજારો પદયાત્રીઓ પણ હાજીપીર વલીની દરગાહે સલામી ભરવા પગપાળા જાય છે. કચ્છનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઉર્સ માટે સજજ છે.
જિલ્લાના અલગ અલગ તાલુકા મથકોએ થી હાજીપીર જવા માટે ૭૦ થીએ વધુ સ્પેશ્યલ બસો દોડશે. આ સિવાય નર્મદાનું વધારાનું પાણી તેમ જ સતત ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે એવી વ્યવસ્થા કરાઇ છે. મેળાને અનુલક્ષીને ૧ ડીવાયએસપી, ૩ પીઆઈ, ૧૨ પીએસઆઈ, ૪૦૦ પોલીસ કોન્સ્ટેબલ ૨૪ કલાક ફરજ બજાવશે. હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ અહીં માથુ ટેકવે છે. તો, પદયાત્રીઓ માટે ના કેમ્પ માં પણ કોમી એકતાના દર્શન થાય છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
