તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
ભાણવડના મોરઝર ગામનો શખ્સ પાસા તળે જેલમાં

ખંભાળીયા,તા. ૨૭ : લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમ્યાન દારૃની પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા તેમજ શાંતિમય વાતાવરણ બની રહે તેની તકેદારીના ભાગરૃપે ત્વરિત નિર્ણય લઇ પાસા દરખાસ્ત મંજૂર કરી અટકાયત વોરંટ ઇશ્યુ કરતા પાસા એકટ હેઠળ સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે વિજયભા ઉગાભાઇ બગડા જાતે-અનુ. જાતિ ઉ.વ. ૩૫ રહે. મોરઝર ગામ, તા.ભાણવડ મોકલી આપેલ છે.
આ સમગ્ર કાર્યવાહસ એલ.સી.બી. પો.ઇન્સ. કે.કે.ગોહિલની રાહબરી હેઠળ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, એસ.વી.કાંબલીયા, એએસઆઇ વિપુલભાઇ ડાંગર, પો.હેડ કોન્સ. ગોવિંદભાઇ કરમુર, પો.કોન્સ. મશરીભાઇ છુછર, સચિનભાઇ નકુમ, ભાણવડ પોે.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એમ.આર. સવસેટા, એએસઆઇ દુદાભાઇ લુવા, અને ભાણવડ ડી-સ્ટાફ તેમજ કલેકટર કચેરીના ડે.મામલતદાર નિલેષભાઇ કરમુર અને ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
