તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
પોરબંદર પાયોનિયર દ્વારા નોટબુક વિતરણ

પોરબંદરઃ શહેરના જાણીતા સેવાભાવી, પાયોનિયર કલબ,સાગરપુત્ર સમન્વય તથા લાયન્સ કલબ 'બાપુ'ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવાના માતૃશ્રી સ્વ.નાથીબેન રતનશીભાઈ ખોરાવાના સ્મરણાર્થે જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ ને ફુલસ્કેપ નોટબુક જે બજાર કિંમત રૃા.૪૦/- છે તેવી ૧૦,૦૦૦ નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.આ નોટબુકનું વિતરણ સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા,પાયોનિયર લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા,સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ તથા પોરબંદર છાંયા નગરપાલિકાના કાઉન્સીલર લીલાબેન મોતીવરસ, પોરબંદર ભાજપ આગેવાન રામદેભાઈ મોઢવાડીયા, દેવશ્રી ખોરાવા અને યક્ષ ખોરાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. સમારંભમાં માજી વાણોટ હરજીવનભાઈ કોટિયા,માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ,ઘનશ્યામભાઈ મહેતા, જ્યેન્દ્રભાઈ ખુંટી અને ખુશ્બૂ માંડલિયા હાજર રહ્યા હતા. નોટબુક વિતરણ કરવામાં આવ્યું તે તસવીર.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
