તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
પોરબંદર ચૂંટણી તંત્ર વયસ્ક મતદાતાઓના ઘેર પહોચ્યું: પોસ્ટલ બેલેટથી મતદાન કરાવ્યું

પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વયસ્ક મતદાતાઓના ઘરે સુધી પહોંચી પોસ્ટલ બેલેટથી મતદાન કરાવાયું હતું. હોમ વોટીંગની પ્રક્રિયા આજ સાંજ સુધી ચાલશે.
પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વયસ્ક મતદાતાઓના ઘરે સુધી પહોંચી પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવી રહ્યું છે.
આ કામગીરી તા. ૨૫ એપ્રિલથી શરૃ થઈ છે. આવતીકાલ તા. ૨૭ એપ્રિલ સુધી હોમ વોટીંગની પ્રક્રિયા ચાલશે. પોરબંદર વિધાનસભામાં ૧૩૫ વૃદ્ધ અને અશકત નાગરિકોએ અગાઉથી ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સવલત માંગી હતી.
લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન થાય તે માટે પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે વયસ્કો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચુંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું હતું. હોમ વોટીંગ સુવિધાનો લાભ અપાતા મતદાન કરીને દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન વયસ્કો આપી રહ્યા છે.
હાલ વયસ્કો અને દિવ્યાંગ મતદારો દ્વારા પોસ્ટલ બેલેટથી થયેલ મતદાન આગામી તા. ૭ મે ૨૦૨૪ સૌને મતદાન કરવા માટે લોકશાહીનો પર્વ ઉજવવા પ્રેરણા આપે છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
