<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

પોરબંદરઅને વાંસજાળીયા (જં.) વચ્ચેના ૩ ફલેગ રેલ્વે સ્ટેશનો સુવિધા વિના'ના

રાણાબોરડી-સખપર-તરસાઇમાં લોકલ અને એકસપ્રેસ ટ્રેઇનનો ટ્રાફિક : પીવાનું પાણી, શૌચાલય અને પ્લેટફોર્મ નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૭: પોરબંદર-વાંસજાળીયા જંકશન વચ્ચેના ત્રણ ફલેગ રેલ્વે સ્ટેશનોમાં ટીકીટ વિતરણ તેમજ પીવાના પાણી શૌચાલય પ્લેટફોર્મનો અભાવ છે.

પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડલના પોરબંદર જેતલસર જંકશન  સ્ટેશનમાં આવેલ. પોરબંદર-વાંસજાળીયા જંકશન વચ્ચે ત્રણ સ્ટેશનો જે પોરબંદર રાજયના મહત્વપુર્ણ સ્ટેશનો આવેલ છે. આ ફલેગ સ્ટેશન પરથી મુસાફરોનો પુરતો ટ્રાફીક લોકલ ટ્રેન તથા એકસપ્રેસ ટ્રેન મળે છે. પરંતુ અહી ટીકીટ બુકીંગ માટે વ્યવસ્થા નથી. કોન્ટ્રેકટ પધ્ધતી એજન્ટની નિમણુંક થઇ શકે તેવી જોગવાઇ છે. પરંતુ એજન્સી લેવા માટે તૈયાર નથી. એક ટીકીટ દીઠ ૧પ પંદર કમીશન ચુકવાય છે. પરંતુ એજન્ટને પોસાતુ નથી.

પોરબંદર વાંસજાળીયા જંકશન વચ્ચે આવેલ રાણા બોરડી ડી-કલાસ સ્ટેશન છે. આસી. સ્ટેશન મેનેજર તથા બુકીંગ કલાર્ક નિયુકત થયેલ હતા. પરંતુ તે રદ કરેલ છે. ત્યાર બાદ સખપુર રેલ્વે સ્ટેશન પુર્ણ કાર્યરત છે. આસી. સ્ટેશન મેનેજર બુકીંગ કલાર્ક સાંધાવાળાનીં વિગેરેની જગ્યા હતી.

ગુડઝ કચેરી ટ્રાફીક રહેતો ટી સ્ટોલ ઉપગૃહ વિગેરે સવલત હતી તે બંધ કરવામાં આવેલ છે. ફલેગ સ્ટેશનમાં ફેરવી નાખેલ છે. માત્ર સાંધવાળો ટ્રેન આવવાના સમયે ફરજમાં હોય. પાકા પથ્થરનું રેલવે સ્ટેશન હૈયાત હતુ છે અને તે ખંઢેરમાં ફેરવાતુ જાય છે. ફલેગ સ્ટેશન હોવા છતા એકસપ્રેસ ટ્રેનનેઆવક જાવક સ્ટોપ અપાયેલ છે. સખપુર પછી તરસાઇ ફલેગ સ્ટેશન વરસોથી કાર્યરત છે. અહી પણ સાંધવાળા ફરજ બજાવે છે.

આ ત્રણેય સ્ટેશનો પરથી મુસાફરો ટીકીટ મળતી નથી. ફરજ પરના રેલ્વે ગાર્ડ પાસેથી ટીકીટ વિતરણ થતુ પરંતુ તે વિતરણ વ્યવસ્થા પણ બંધ કરાયેલ છે. પરીણામે લોકલ-ટ્રેનમાં કે એકસપ્રેસમાં મુસાફરી કરનાર યાત્રીકોને ટીકીટ નહી મળતા ખુદાબક્ષ મુસાફરની વ્યાખ્યામાં આવી જાય છે. રેલ્વે પેસેન્જર તથા એકસપ્રેસ ટ્રેનમાં ટીકીટ ચેકર હોય તેના દ્વારા મુસાફરોને ટીકીટ મળે તેવી વ્યવસ્થા થવી જોઇએ. હાલ વગર ટીકીટ મુસાફરી કરનાર દંડાય છે. વળી આ રેલ્વે સ્ટેશન પર પ્લેફોર્મ નથી. તેમજ શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા નથી. અંતરીયાળ સ્ટેશન છે. આ સ્ટેશનથી ગામ દુર ૧ કિલોમીટર થી ર બે કિલોમીટર છે. ઉજ્જડ વગડો રસ્તો છે. ગાર્ડના ડબ્બના પાસે ટી.ટી. પાસે ટીકીટ લેવા જવુ પડે છે. તે પણ એક બે સ્ટેશનથી યાને ટુંકા અંતરની ટીકીટ વિતરણ કરે છે.

પેસેન્જર એકસપ્રેસ ટ્રેનની લંબાઇ હોય પારસલ જોડેલ. ત્યારે ટીકીટ લઇ બાજુના ડબ્બામાં પહોંચતા સમય લાગે ત્યાં ટુંકા હોલ્ટમાં ટ્રેન ચાલુ થઇ જાય. ચાલતી ટ્રેન ચડવુ અને તે પણ વગર પ્લેટફોર્મ સ્ટેશન પરથી અડધુ જીવન જોખમ રહેલ છે. જયારે સીનીયર સીટીઝન અને બિમાર દર્દી અપંગ યાને દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ વિગેરેને ડબ્બામાં ચડવુ મુશ્કેલ બને છે.

(12:09 PM IST)