<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

પોરબંદર એસટી ડેપોમાં એક મહિનાથી સીસીટીવી કેમેરા બંધઃ રોમીયોની રંજાડ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૭: એસટી ડેપોની કોઇને કોઇ સમસ્યા રહે છે. મુસાફરોની સુરક્ષાનો મોટો સવાલ તેમજ રાહત અને અન્ય સમસ્યાથી ઘેરાયેલ છે. પરંતુ તે સમસ્યા હલ થતી નથી. માત્ર આશ્વાસન જ મળે છે.

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી અને ભકત સુદામાની જન્મભુમી પોરબંદરના આશ્વાસન સ્વિાયનો કાંઇ વિકાસ નથી. આધુનિક એસટી બસ સ્ટેશન શોભાના ગાંઠીયા સમાન જણાય છે. સુરક્ષા સલામતીનો મારો પ્રશ્ન છે. જુનુ બસ સ્ટેશન જર્જરિત થતા પાડી નવુ બનાવવામાં આવેલ હોવા છતા સુરક્ષા-સગવડતા સેવાનો અભાવ વર્તાય. લાંબા રૃટની બસ સેવા વધારાની માંગણી હોવા છતા મળતી નથી. તે સંબંધે ગુજરાત રાજય માર્ગ પરીવહન અધિકારીઓનું જુઠુ આશ્વાસ સિવાય કાંઇ નહી ચાલુ સેવા પણ ખોરંભે પડેલ છે.

પોરબંદર એસટી બસ ડીપોમાં મુસાફરકક્ષ-વર્કશોપમાં તેમજ અન્યત્ર સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરવામાંઅ ાવેલ છે. પરંતુ શોભાના ગાંઠીયા બની ગયેલ છે. કોઇ જાળવણી નિયમીત થતી નથી. આશરે એસટી  ડેપોમાં ૧૩ જેટલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં અને બિન કાર્યરત બની ગયેલ છે. રીપેરીંગ કરવાની કોઇ દરકાર કરવામાં આવતી નથી. સરકારી મિલ્કતોમાં જાળવણીનો અભાવ આધુનિક બેઠક વ્યવસ્થા પ્લેટફોર્મ માહીતી આપતી એલઇડી તેમજ અત્યંત આધુનિક સાઉન્ડ મારફત બસોના રૃટોની માહીતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. તે પણ શુન્ય પીવાના પાણીની સુવિધા શૌચાલય કેન્ટીંગ સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી પરંતુ એક માસથી સીસીટીવી કેમેરા બંધ છે.

કોન્ટેકટ બેજ પર મેઇન્ટેશન થતું. કોન્ટ્રેકટ પુરો થતા કેમેરા બંધ હાલતમાં છે. રીપેરીંગના અભાવ, રોમીયોની રંજાડ, ચોરોનો ઉપદ્રવ, વિદ્યાર્થીઓને પણ હેરાનગતી, ગ્રામ્ય પંથકમાં આવતા નાગરીકોને રંજાડ, રોમીયોની રંજાડ બંને ગેટ સહીતના કેમેરા બંધ, કરોડો રૃપીયાના ખર્ચે આધુનિક બસ ડીપો નવો બનાવવામાં આવ્યો છતા કામ નબળુ થયાની ફરીયાદ પુછપરછ બારી પાસે પણ સીસીટીવી કેમેરા ? પ્રશ્ન છે.

પોરબંદર એસટી ડેપોના મેનેજર કહે છે કે એસટી ડેપોમાં કેમેરા બંધ હોવાની ફરીયાદ વડી કચેરી જુનાગઢને પત્ર મારફત જાણ કરવામાં આવી છે. તેમ ડીપો મેનેજર ટી.ડી.મકવાણાએ જણાવેલ છે.

પ્લેટફોર્મ પર મુકાયેલી બસમાંથી પણ ચોરી થયાની ઘટના બની છે.  રાત્રીના લાંબા અંતરની આવતી જાતી બસોના મુસાફરોની કોઇ સુરક્ષા નથી. બસ ડેપોમાં અંધારૃ જ રહે છે. બસ પણ અંધારામાં ઉભી રાખવામાં આવે છે. અવારનવાર ચોરીની ફરીયાદો થાય છે. પરંતુ સીસીટીવી કેમેરાને અભાવે તસ્કરો ઝડપાતા નથી. દિવસ-રાત્રી દરમ્યાન પોલીસ સુરક્ષા વધારવી જરૃરી છે. બસ ડેપો મોટો છે. માત્ર એકલ-દોકલ પોલીસ બીન હથીયાર ધારી ચાલે નહી.

ડેપો મેનેજર  આશ્વાસન આપે છે કે એસટી ડેપોમાં હાલ તમામ સીસીટીવી કેમેરો બંધ છે. ત્યારે સુત્રો પાસેથી જાણવા મળે છે કે આધુનિક નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમજ નવી એજન્સીની નિમણુંક થયા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવશે? એક માસ થઇ ગયો. પરંતુ નવી એજન્સી કોન્ટ્રાકેટની નિમણુંક કયારે થશે? તેની કોઇ સમય મર્યાદા ખરી કે નહિ?

(12:06 PM IST)