તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
માંડવીના ઉમિયાનગરમાં ગાયની કતલ કરી ગૌ માંસ વેચનાર ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : સરકાર દ્વારા ગૌ હત્યાનો કાયદો અમલમાં હોવા છતાંયે ગૌ હત્યાના બનાવો સતત બનતા રહે છે. તેમાંયે બીફ એટલે કે ગૌ માંસ વેંચવાનો ધંધો કચ્છમાં ફૂલ્યો ફાલ્યો છે.
કચ્છના માંડવીમાં ઉમિયાનગર મધ્યે રહેણાંકના મકાનમાં ગૌ માતાની કતલ કરી તેનું માંસ વેચનાર તોસીફશા યાસીનશા સૈયદને પોલીસે ઝડપી લીધો છે. માંડવી પોલીસે પૂર્વ બાતમીના આધારે પાડેલ દરોડામાં ૩૪ કિલો ગૌ માંસ સાથે કતલ માં વપરાયેલ ત્રણ છરી, કોયતા અને ઇલે. વજન કાંટો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
