<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

માંગરોળ રહેતો ચમારડીનો શખ્‍સ વંથલીના ગુન્‍હામાં ઝડપાઇ ગયો

 

જુનાગઢ, તા., ર૭: જીલ્લાના વંથલી પો.સ્‍ટે. કલમ ૬પઇ, ૮૧,૯૮ (ર) મુજબના દારૂના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી વિજય કિશોરભાઇ સોલંકી રહે. માંગરોળ બસ સ્‍ટેન્‍ડ પાસે વાળો હાલ વંથલી વાડલા ફાટક પાસે ઉભેલ હોય જે આધારે બાતમી વાળી જગ્‍યાએ તપાસ કરતા મળી આવતા આરોપીને હસ્‍તગત કરી જુનાગઢ વંથલી પો.સ્‍ટે.સોંપવામાં આવેલ છે.

અટક કરેલ આરોપી વિજય કિશોરભાઇ સોલંકી દેવીપુજક ઉ.વ.ર૮ હાલ ગામ ચમારડી તા. બાબરા રહે છે. જેની સામે માંગરોળમાં ૪ ગુન્‍હા નોંધાયેલા છે.

ક્રાઇમ બ્રાન્‍ચ, જુનાગઢના પો.ઇન્‍સ.  જે.જે.પટેલ તથા પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા એએસઆઇ વિક્રમભાઇ ચાવડા, પો.હેડ કોન્‍સ. જયદીપ કનેરીયા પો.કોન્‍સ. સાહીલભાઇ સમા, પો.કોન્‍સ. જયેશભાઇ બાંભણીયા વિ.પો.સ્‍ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(12:32 PM IST)