તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોટડા પીઠા દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી

કોટડા પીઠા : પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોટડાપીઠા દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા મેલેરીયા અધિકારીની સુચના અને તાલુકા હેલ્થ ઓફીસરના માર્ગદર્શન મુજબ કલોરાણા ગામે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષની થીમ ‘સૌનો લઇને સાથ, મચ્છરોનો કરીએ વિનાશ' છે. મેલેરીયા રોગ અટકાવવા માટે ગુરૂશીબીર, પત્રીકા વિતરણ અને રેલી સ્વરૂપે જનજાગૃતી અભિયાનનું પણ આયોજન કરવામાં આવેલું. મેલેરીયા રોગ અટકાવવા માટે પાણીના વાસણો ઢાંકીને રાખવા અને દર ત્રીજા દિવસે વિછળી અને તપાવીને પછી પાણી ભરવું જુના ટાયર ભંગાર વગેરેનો નાશ કરવો. સુવામાં મચ્છરદાનીનો ઉપયોગ કરવો. સાંજના સમયે બારી બારણા બંધ રાખવા અને લીમડાનો ધુમાડો કરવો, તાવ આવે એટલે તુરત જ લોહીની તપાસ કરાવી પછી જ દવા લેવી વગેરે માહીતી સુપરવાઇઝર મેહુલભાઇ ડાંગર દ્વારા આપવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રા. આકેન્દ્ર કોટડા પીઠાની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ પ્રા. આ. કેન્દ્ર કોટડા પીઠાના મેડીકલ ઓફીસરની યાદી જણાવે છે.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
