<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

હળવદમાં ૧૦૫૦ જોડી ચપ્‍પલનું નિશુલ્‍ક વિતરણ

 

(દીપક જાની દ્વારા) હળવદઃ ફ્રેન્‍ડ્‍સ યુવા સેવા ગ્રુપમાં છેલ્લા આઠ વર્ષથી વિવિધ સેવાકીઓ પ્રવૃતિ કરી જરૂરિયાતમંદ પરિવારને મદદરૂપ થવાના પ્રયાસો કરી રહ્યા છે યુવાઓની ટીમ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે ત્‍યારે ઉનાળાના ધોમ ધખતા તાપમાન બાળકોને નિશુલ્‍ક ૧૦૫૦ જોડી ચપ્‍પલ વિતરણ કરવામાં આવ્‍યું હતું. બાળકો ખુશખુશાલ થાય તે હેતુથી જગ વલ્લભ ભાતાઘર અમદાવાદના ડો. ભુપેશભાઈ શાહ તેમજ નટવરભાઈ શાહના સકારાત્‍મક સહયોગᅠ દ્વારા ગણેશભાઈ રાઠોડની ઉપસ્‍થિતિમાં ફ્રેન્‍ડસ યુવા સેવા ગ્રુપ હળવદના મિત્રો દ્વારા કુલ ૧૦૫૦ જોડી ચપ્‍પલનું નિશુલ વિતરણ કરવામાં આવ્‍યું હતું.અગરિયાઓ કામ કરી રહ્યા છે તે જીઆઇડીસી વિસ્‍તારમાં નિશુલ્‍ક ચપ્‍પલ આપવામાં આવ્‍યા. આ પ્રોજેક્‍ટમાં ગ્રુપના પ્રમુખ અરવિંદભાઈ દરજી, મયુરભાઈ પરમાર, ગણેશભાઈ રાઠોડ (અમદાવાદ) કનુભાઈ વેગડા સહિતના ઉપસ્‍થિતિ રહ્યા હતા.

(12:35 PM IST)