<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

રાત્રિ બેઠકઃ રહીશોએ ‘વિકાસ નહીં તો વોટ નહીં' ના સૂત્રોચ્‍ચાર કર્યા

લખતરમાં મફતિયાપરા વિસ્‍તારમાં ચૂંટણી બહિષ્‍કારનાં શપથ

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૬: લખતર લખતર શહેરનાં મફતિયા પરા વિસ્‍તારમાં રાત્રીના સમયે વિસ્‍તારના લોકોની એક બેઠકનું આયોજન ગ્રામ પંચાયતના સદસ્‍યની ઉપસ્‍થિતિમાં કરાયું હતું. જેમાં ગામનાં અમુક વિસ્‍તારમાં પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. તે માટે થઈને આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્‍કાર કરવામાં આવશે તેવો નિર્ણય કરી તે અંગે શપથ લેવામાં આવ્‍યા હતા. લખતરમાં સ્‍થાનિક પંચાયત દ્વારા નબળી કામગીરી થતી હોવાની અનેક રજૂઆતો જિલ્લાના અધિકારીઓ સુધી થઈ છે. તો અમુક વિસ્‍તારોમાં પ્રાથમિક સુવિધાઓ પૂરતી ન મળતી હોવાની રજૂઆતો પણ જિલ્લાના અધિકારીઓને ગ્રામ પંચાયત ઉપસરપંચ અને સદસ્‍ય દ્વારા કરાઇ છે. આથી એ લખતરના મફતિયાપરા વિસ્‍તારમાં પંચાયત સદસ્‍ય પ્રવિણભાઇ મારૂણીયાની ઉપસ્‍થિતિમાં રહીશોની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શહેરનાં મોટાભાગના વિસ્‍તારોમાં ગટરની સફાઈ ન થતી હોઈ, મંજૂર થયેલ કામો અન્‍ય જગ્‍યાએ થતાં હોઈ તેમજ કામો નબળા થતાં હોવાની રજૂઆતો છતાં કાર્યવાહી થઈ નથી તો સ્‍થાનિક પંચાયતના સત્તાધિશો ઉડાઉ જવાબ આપતા હોવાથી રહીશો ત્રાસી ગયા છે. આગામી લોકસભા ચૂંટણી બહિષ્‍કાર અંગે પણ ચર્ચા કરી વિસ્‍તારના રહીશો ચૂંટણી બહિષ્‍કાર કરશે તેવો નિર્ણય લેવામાં આવ્‍યો હોવાનું ગ્રામ પંચાયત સદસ્‍ય પ્રવિણભાઇએ જણાવ્‍યું હતું

(12:35 PM IST)