News of Wednesday, 1st May 2024
અમરેલી જિલ્લામાં દેશીદારૂના ૧૮ દરોડાઃ મહિલા સહિત ૧૫ ઝડપાયા

અમરેલી,તા.૧: જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી શાંતિમય રીતે યોજાઇ તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથધરવામાં આવી છે. પોલીસ અધિક્ષક હર્મિકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે અમરેલી જિલ્લામાં જુદા જુદા અઢાર સ્થળોએ દેશીદારૂના દરોડા પાડી મહિલા સહિત ૧૫ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.
જેમાંસાવરકુંડલા, જાફરાબાદ મરીન, બાબરા, વંડા, દામનગર, ધારી, અમરેલી, નાગેશ્રી, મરીન પીપાવાવ, વડીયા, ચલાલા, બગસરા અને જાફરાબાદ પોલીસે કાર્યવાહી હાથ ઘરી હતી. જયારે જિલ્લામાં જુદા જુદા ૬ સ્થળોએ બે વાહનચાલકો સહિત ૬ નસેડીઓને રાજા પાઠમાંથી પોલીસે ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.
ખાંભા ભાવરડી રોડ ઉપર
સીમમાં બાઇક ચોરાયું
ખાંભા ભાવરડી રોડ ઉપર કાળીયા પીરની દરગાહની બાજુમાં મંગળુભાઇ બાલાભાઇ કારેટાનુંહિરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે ૧૪ એસી ૫૫૯૮ રૂા. ૩૦ હજારનીકિંમતનું પોતાની વાડી ખેતરે નિરણ લેવા ગયેલ તે દરમ્યાન સુત્રાપાડાના દિનેશ હિરાભાઇ જેઠવા ચોરી કરી લઇ ગયાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વડીયામાં ટ્રાફિકને અડચણરૂપ બે બાઇકચાલકો સામે ગુનો નોંધાયો
વડીયામાં ટ્રાફિકને અડચણ રૂપ રાહુલ નનકુભાઇ કહોર હોન્ડા સ્પ્લેન્ડ૨જી જે ૧૪ એએલ ૩૮૫૩ તથા એજાતહારૂનભાઇ પરીયટનુંહોન્ડા સ્પ્લેન્ડર જીજે૧૪એસી૦૦૧૦ ટ્રાફિકને અડચણ રૂપ રાખી મળી આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
