News of Wednesday, 1st May 2024
ભાવનગરમાં સિલિન્ડરમાંથી ગેસ કાઢી ત્રણના પાંચ બાટલા કરવાનું કૌભાંડ ઝડપાયું

ભાવનગર તા.૧: ઘોઘા જકાતનાકા પાસે આવેલા મીની હીરાબજાર વિસ્તારમાં ગેસ સિલીન્ડરમાંથી ગેસ કાઢીને ઓછા વજનના ગેસ સિલીન્ડર વેંચવાનું કૌભાડ ચાલી રહ્યું હોવાની બાતમી મળતા એસઓજીએ છાપો મારી એક આરોપીની ઝડપી લઇ રૂા.૫૨,૬૭૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસઓજી ને બાતમી મળી હતી કે, ઘોઘા જકાતનાકા પાસે આવેલી એક દુકાન અને તેની પાસેની ઓરડીમાં મોટી સંખ્યામાં ગેસના સિલીન્ડર રાખવામાં આવેલા છે અને ત્રણ ભરેલા સિલિન્ડરમાંથી પાંચ સિલીન્ડરમાં ગેસ ભરી ઓછા વજનના ગેસ સિલન્ડર વેંચવામાં આવી રહ્યાં છે. આ બાતમીના આધારે પોલીસે સ્થલ પર તપાસ કરતાં સ્થળ પરથી લાલજી બારૈયા નામનો શખ્સ મળી આવ્યો હતો.
ઓરડીમાં તપાસ કરવામાં આવતાં ઈન્ડેન કંપનીના ૩૩, ભારત કંપનીના ૩, રિલાયન્સ કંપનીના ૬ તેમજ અન્ય બે ગેસ બોટલ મળી કુલ ૪૪ ગેસના બોટલ મળી આવ્યાં હતા. સ્થળ પરથી વજન કાંટો તેમજ ભુંગળીઓ અને ચિપીયા સહિતનો પણ મુદ્દામાલ મળી આવ્યો હતો. તપાસમાં ભરેલા ત્રણ ગેસ સિલિન્ડરમાંથી પાંચ ગેસ સિલીન્ડર ભરી ઓછા વજનના ગેસ સિલીન્ડર વેંચવામાં આવી રહ્યાં હોવાનું જણાતા પોલીસે આવશ્યક ચિજવસ્તુ ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
