તા. ૧ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૫ ગુરૂવાર
News of Wednesday, 1st May 2024
ગોંડલઃ ભાજપ અગ્રણી સામે મિલ્કત સંદર્ભે થયેલ દાવો રદ કરતી અદાલત

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. ૧: ભાજપના એસ.સી. ડીપાર્ટમેન્ટના પ્રેસીડેન્ટ દિવ્યેશ કાંતિલાલ જાદવ સામે માંગવામા આવેલ મનાઈહુકમની અરજી ના-મંજુર કરતો ગોંડલ કોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત એવી છે કે, મુળ દાળીયાના રહીશ દેવશીભાઈ કરશનભાઈ સરવૈયા ને સને-૧૯૬૧માં દાળીયા મુકામે પ્લોટ ફાળવવામાં આવેલ જેની આકારણી ફી ભરવામા આવેલ ત્યારબાદ દેવશીભાઈએ તેની ઉપર મકાન બનાવેલ જેથી તે દેવશીભાઈની સ્વપાર્જીત મિલકત હોય અને દેવશીભાઈ વર્ષોથી સ્ટેશન પ્લોટ, ગોંડલ મુકામે રહેવા આવતા રહેલ ત્યારબાદ દાળીયા વાળુ મકાન ખંઢેર હાલતમા થઈ જતા મકાનનો દસ્તાવેજ થઈ શકે તેમ ન હોય જેથી દેવશીભાઈએ તેના પૌત્ર ભાવેશભાઈ જેરામભાઈ સરવૈયા પાસેથી કાયદેસરની વેચાણ અવેજની રકમ સ્વીકારી સને-૨૦૧૦ માં પ્લોટનો રજી.દસ્તાવેજ કરી આપી કબજો સોપી આપેલ ત્યારબાદ ભાવેશભાઈ પાસેથી ભાજપના એસ.સી. ડીપાર્ટમેન્ટના પ્રેસીડેન્ટ દિવ્યેશ કાંતિલાલ જાદવ એ સને-૨૦૧૮ માં કાયદેસરની વેચાણ અવેજની રકમ ચુકવી સદરહુ પ્લોટ રજી.દસ્તાવેજથી ખરીદ કરેલ ત્યારબાદ સને ૨૦૨૪ માં ભાવેશભાઈ ના કાકી દયાબેન પ્રેમજીભાઈ સરવૈયાએ ગોંડલ કોર્ટમાં એવો દાવો કરેલ કે, વાદગ્રસ્ત પ્લોટમાં તેના ગુજરનાર પતિ નો હક્ક, હિત,હિસ્સો સમાયેલો હોય અને પ્લોટનો કબજો તેઓ પાસે હોય વાદગ્રસ્ત જગ્યાએ મકાન ઉભુ હોવા છતા પ્લોટનો ખોટો દસ્તાવેજ કરવામા આવેલ હોય જેથી દસ્તાવેજ રદ કરવાની તથા પ્લોટની માલિકી ઠરાવી આપવાની તથા કાયમી અને વચગાળાના મનાઈહુકમની વિગેરે દાદ માગતો દાવો કરેલ.
કાયદા અને હકીકતના મુદાઓ તથા ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ ટાંકી વિસ્તળત રજુઆત કરતા વાદી દયાબેન ની વચગાળાનો મનાઈહુકમ મળવાની અરજી ના-મંજુર કરતો હુકમ ગોંડલના મહે, પ્રિન્સીપાલ સિવિલ જજ શ્રી આર.એસ.રાઠોડ એ ફરમાવેલ છે. આ કામમાં પ્રતિવાદીઓ તરફે ભંડેરી એડવોકેટસ ગોંડલના સિનિયર વકીલ શ્રી શિવલાલ પી. ભંડેરી, અંબાગૌરી એસ. ભંડેરી, નિરંજય એસ. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, ભકિત એસ. ભંડેરી, રવિરાજ પી. ઠકરાર રોકાયેલા હતા.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
