<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

વિસાવદર-સુરત બસની સુવિધા પ્રાપ્‍ત થતા સાર્વત્રિક હરખની હેલી : સૌને પેંડા ખવડાવાયા-ચા પાણી પીવરાવાયા

તાલુકાભરની વર્ષો જૂની માંગ સંતોષાઈ : હજુ વધુ સુવિધાઓ આપવા સુરત ડેપો મેનેજરની હૈયાધારણ

 

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧ : વિસાવદર તાલુકા અને શહેરના લોકોની વર્ષો જૂની માંગને ધ્‍યાનમાં રાખી સતાધાર-સુરત-અડાજણ રૂટની બસ સેવા શરૂ થતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી વ્‍યાપી છે. બસના મુસાફરોને પેંડા ખવડાવી સ્‍વાગત કરાયું હતુ. સાંજના ૪:૩૦ વાગ્‍યે ઉપડી વાયા વેકરિયા, ધારી, અમરેલી, વડોદરા, સુરત થઈ અડાજણ પહોંચશે.

વિસાવદર તાલુકા અને શહેરના લોકોની વર્ષો જૂની માંગને ધ્‍યાનમાં રાખી સુરત ડિવિઝન દ્વારા અડાજણ-સુરત-સતાધારની બસ શરૂ કરવામાં આવી છે. આ બસ અડાજણથી સાંજે ૪:૪૫ ઉપડશે અને બીજા દિવસે સવારે ૬ કલાકે સતાધાર પહોંચશે જયારે તે બસ સતાધારથી સાંજે ૪:૩૦ કલાકે ઉપડશે અને વિસાવદર ૪:૪૫ કલાકે પહોંચશે, ત્‍યાંથી વાયા-વેકરિયા,ધારી, અમરેલી,વડોદરા, સુરત થઈ અડાજણ પહોંચશે. જેમાં વિસાવદરથી સુરતનું ભાડું રૂ.૩૩૫ થશે. બસના આગમન સમયે વિસાવદરના સામાજિક સંગઠનો અને હીરાના વેપારીઓ દ્વારા બસને હારતોરા કરી અને બસના સ્‍ટાફ તેમજ મુસાફરોને પેંડા ખવડાવીને બસનું સ્‍વાગત કર્યું હતું.

આ તકે વિસાવદર ટ્રાફિક કન્‍ટ્રોલર મહેશભાઈ નિમાવત, બસના ડ્રાઈવર ધર્મેશભાઈ ખુમાણ, કન્‍ડકટર હિતેશભાઈ હિરપરા તેમજ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રિબડીયા, કાંતિભાઈ પાધડાળ, અશ્વિનભાઈ નિમાવત, કૌશિકપુરી ગૌસ્‍વામી, ભરતભાઈ ત્રિવેદી, ચંદ્રકાન્‍તભાઈ ખુહા,વિજયભાઈ સાવલિયા, શાષાી દિલીપભાઈ ત્રિવેદી, કૈલાશભાઈ વાઘેલા સહિત નગરજનોએ હર્ષ વ્‍યક્‍ત કર્યો હતો. લાંબા રૂટની નવી બસ શરૂ થતા એસ.ટી. કેન્‍ટીનના સંચાલક કાસમભાઈ જીરૂકા દ્વારા તમામને ચા-પાણી પીવડાવવામાં આવ્‍યા હતા.

જયારે આ બસનો લાભ વધુમાં વધુ લોકો લ્‍યે તેવી સુરત ડેપો મેનેજર ચૌધરી દ્વારા જણાવાયુ હતુ અને આવનાર સમયમાં લોકોને વધુમા વધૂ સુવિધા મળે તે માટે સતત પ્રયત્‍નશીલ રહેશે તેવી હૈયાધારણ આપી હતી.

(4:45 PM IST)