News of Monday, 6th May 2024
દ્વારકા પાસે ૨ કાર વચ્ચે ટક્કરઃ ૧નું મોતઃ ૩ને ઇજા

જામ ખંભાળિયા,તા. ૬: દ્વારકા - જામનગર હાઈવે પર દ્વારકાથી આશરે ૩૨ કિલોમીટર દૂર કુરંગા ચોકડીના પુલિયા પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૦૬ જે.એમ. ૩૭૫૪ નંબરના આઈ-૨૦ મોટરકારના ચાલકે આ માર્ગ પર ઊભેલી જી.જે. ૩૭ ટી. ૩૧૫૪ નંબરની એક ઈક્કો મોટરકાર સાથે ધડાકાભેર અકસ્માત સજર્યો હતો.
આ અકસ્માતમાં આ કારની નજીક ઉભી ઉભેલા અંજનાબેન ભીખાભાઈ ધુલને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેણીનું મૃત્યુ નિપજયું હતું. ત્યારે તેણીની સાથે અન્ય બે વ્યક્તિઓ તેમજ ઈક્કો મોટરકારના ચાલકને પણ નાની મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ અકસ્માત અંગે ઇજા પામનારા પ્રજાપતિ રમેશભાઈ સામતભાઈ પાણખાણીયા (ઉ.વ. ૪૭, રહે. ભાટિયા) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આઈ-૨૦ કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (અ), ૩૩૭, ૩૩૮ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. કે.એસ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
