<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

જામકંડોરણામાં શ્રીમદ વલ્લાભાચાર્યજીના પ્રાગટય મહોત્સવની ઉજવણી

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા : અખંડ ભુમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી વ્રજ વલ્લભ સોશ્યલ ગ્રુપ દ્વારા વરણાંગીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ વરણાંગી વૈષ્ણવ સમાજ તળાવ પ્લોટથી પ્રસ્થાન કરી નગર દરવાજા, રામમંદિર, પટેલ ચોક, ડંકી ચોક, ભાદરા નાકા, કિશાન પ્લોટ, સંઘ પ્લોટ, બાલાજી ચોક થઇને વૈષ્ણવ સમાજ તળાવ પ્લોટથી પ્રસથાન કરી નગર દરવાજા, રામમંદિર, પટેલ ચોક, ડંકી ચોક, ભાદરા નાકા, કિશાન પ્લોટ, સંઘ પ્લોટ, બાલાજી ચોક થઇને વૈષ્ણવ સમાજે પુર્ણ થઇ હતી. વરણાંગીમાં મોટીસંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ તથા બહેનો જોડાયા હતા અને ડી.જે.ના તાલે પુષ્ટિ માર્ગીય રાસ લીધા હતા.

(12:09 PM IST)