<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

એક પણ મતદાતા મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

દરિયાકિનારાથી 4.3 નોટિકલ માઈલના અંતરે આવેલ અજાડ ટાપુ ખાતે ચૂંટણી સામગ્રી સાથે પહોંચ્યો પોલિંગ સ્ટાફ

( ખંભાળીયા : લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના અજાડ ટાપુ પર પ્રિસાઈડિંગ ઓફીસર, પોલિંગ ઓફીસર સહિતનો સ્ટાફ ઈવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી સાથે રવાના થયો છે.

   અત્રે ઉલ્લેખનિય છે કે, ૬૮-અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ૮૧-ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુ દરિયા કિનારાથી લગભગ ૧૦ કિ.મી. દૂર છે. આ વિસ્તારના માત્ર ૪૦ મતદારો માટે તંબુ (Tent) માં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ટાપુ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવે છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે,

   આ મતદાન મથક ખાતે મતદાન સ્ટાફને મોટા આસોટાથી ૧૩ કિ.મી. જેટલા રસ્તા મારફતે ગડુ વિસ્તાર પહોંચી ત્યાંથી બોટ મારફત અંદાજિત ૪.૩ નોટીકલ માઇલ દરિયાઇ મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે.

(7:21 PM IST)