તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
ધ્રોલ મેમણ જમાઅતના આજીવન પ્રમુખ અને નિવૃત્ત આચાર્ય હાજી આદમ લધાણીનો ઇન્તેકાલ
મેમણ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવકતા મજીદ લધાણીના પિતાની કાલે ઝિયારત

ધ્રોલ, તા. ૮ : મેમણ જમાતના આજીવન પ્રમુખ હાજી આદમ યાકુબ લધાણીનો તા. ૭-૪-ર૦ર૪ ના મંગળવારે ઇન્તેકાલ થયો છે. મર્હુમની ઝિયારત તા. ૯-૪-ર૦ર૪ ગુરૂવારે સવારે ૯-૩૦ વાગ્યે જુમ્મા મસ્જિદ ધ્રોલ ખાતે રાખવામાં આવી છે. તેઓ મજીદ આદમ લધાણી (૯૯૭૮પર૭૮૬ર), આ. કાદર આદમ લધાણી (૯૩ર૪પ ૦૪૪૧૩) મો. રહીશ આદમ લધાણી (૯૮૭૯૩ ૯૦૭૮૬) ના પિતાજી થતા હતા.
મર્હુમ હાજી આદમ યાકુબ લધાણી છેલ્લા ચાલીસ વર્ષથી ધ્રોલ મેમણ જમાતના પ્રમુખ પદ બિનવિવાદિત રીતે સંભાળી રહ્યા હતા. તેમના અકાળે અવસાન થી ધ્રોલ મેમણ સમાજ અને મુસ્લિમ સમુદાય ને ના પૂરાય તેવી ખોટ પડી છે.
સરકારી સ્કૂલના એક રિટાયર્ડ આચાર્ય આદમ ભાઈ ૭૦૦ થી વધુ ઘરોની ધ્રોલ જમાતના હજારો મેમણો માં લોકપ્રિયતા કેટલી ધરાવતા હતા તેનું પ્રમાણ એ છે કે તેઓને સમાજે સ્વેચ્છા એ આજીવન પ્રમુખ ઘોષિત કરેલા હતા.
ત્રણ દીકરા અને ત્રણ દીકરી પાછળ છોડીને અનંત યાત્રાએ નીકળી ચૂકેલા આદમ ભાઈ લધાણી ના મોટા દીકરા મજીદ લધાણી દમણમાં ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપના પ્રવકતા છે અને મેમણ સમાજની ભારતની પ્રમુખ સંસ્થા ૅઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનૅમાં પણ રાષ્ટ્રીય પ્રવકતા છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
