<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

સાળંગપુર - વિંછીયા વચ્‍ચે રાત્રે તોફાની વાવાઝોડુ ફૂંકાયુ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં સવારથી ધોમધખતો તાપ : લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ધોમધખતા તાપ વચ્‍ચે કાલે રાત્રીના સાળંગપુર - વિંછીયા વચ્‍ચે તોફાની વાવાઝોડુ ફૂંકાયુ હતું.

સૌરાષ્ટ્રમાં સાળંગપુર હનુમાનજી મંદિરથી વીંછીયા વચ્‍ચે ભયાનક વાવાઝોડું અને ધ્રુજારી છોડાવી દે તેવો ભારે વરસાદ  રાત્રે ૮.૫૦ કલાકે શરૂ થયો હતો. રહેલ છે.ᅠ

આગળ કશું દેખાતું નથી. રાજકોટના પુનિત રૂઘાણી જણાવે છે કે અચાનક જ વરસાદ તૂટી પડ્‍યો છે, આંધી ફૂંકાઈ રહી છે,ᅠ

વીંછીયામાં પણ આવું જ જોરદાર વાવાઝોડું ફૂંકાયાના અહેવાલો મળી રહ્યા છે. વિગતો મેળવાઈ રહી છે.

સૌરાષ્‍ટ્રમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ રાત્રીના આઠ કલાકે વાતાવરણમાં પલ્‍ટો આવતા અમરેલી, જસદણ, વિંછીયા પંથકમાં કમોસમી વરસાદ પડયો હતો. રસ્‍તાઓ પર પાણી વહેતા થયા હતા.

અમરેલીમાં કાળઝાળ ઉનાળા વચ્‍ચે સાંજે ૮ વાગ્‍યાના અરસામાં વાતાવરણમાં એકાએક ફેરફાર થયા બાદ અમરેલી સાવરકુંડલા રોડ પર લાપાળીયાથી અમરેલીની વચ્‍ચે શેત્રુંજી નદી પછીથી માર્કેટ યાર્ડ સુધીના વિસ્‍તારમાં ધોધમાર વરસાદનું ઝાપટુ પડી ગયું હતું જેના કારણે માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા. અચાનક પડેલા કમોસમી વરસાદના કારણે કાળઝાળ ગરમીમાં લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા પંથકમાં અમીછાંટણા થયા હતા.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : જુનાગઢ સહિત સોરઠમાં આકાશમાંથી સતત અગન વર્ષા ચાલુ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે.

મંગળવારે મતદાનના દિવસે જૂનાગઢમાં મહતમ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે સતત બીજા દિવસે પણ લઘુતમ તાપમાનનો પારો ૨૬.૪ ડીગ્રીએ સ્‍થિર રહ્યો હતો. એ જ પ્રમાણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩% રહેતા બફારો વધ્‍યો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૮ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૭.૫ ડીગ્રી, મહત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતિ ૧૩.૨ કિ.મી. રહી હતી.

વિંછીયા

(પિન્‍ટુ શાહ દ્વારા) વિંછીયા : અહીં વિંછીયા માં ગત રાત્રિ ના ૮-૩૦ વાગે સખત ગરમી અને બફારા બાદ ૧૫ મિનિટ સુધી વરસાદી ઝાપટું વરસી ગયું હતું. વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં જ લાઈટ ગુલ થઇ ગઇ હતી.. જે ૩ કલાક પછી આવતા લોકો જીઇબી તંત્ર સામે રોષે ભરાયા હતા.. અને પરસેવે ન્‍હાયા હતા . ડાહલા મોટા મોટા મચ્‍છર ના સંગીત સાથે ચટકા સહન કર્યા હતા...!! ટૂંકમાં મચ્‍છરો વિંછીયા વાસીઓનું લોહી પી ગયા હતા...!!

(11:49 AM IST)