<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

પોરબંદરમાં દિવ્‍યાંગ મતદારો બેન્‍ડ સાથે વાજતે ગાજતે મત આપવા ગયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., 8: લોકસભાની ચુંટણી પર્વમાં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળના દિવ્‍યાંગ મતદારો બેન્‍ડ સાથે વાજતે ગાજતે મતદાન મથક ઉપર જઇને ઉત્‍સાહપુર્વક મતદાન કર્યુ હતું.

ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુલ પોરબંદરના દિવ્‍યાંગ મતદારોએ પોતે દિવ્‍યાંગ હોવા છતા ભારતના બંધારણે આપવામાં આવેલ મતદાનના અધિકારનો ઉપયોગ કરી જોમ અને જુસ્‍સા સાથે મતદાન કરી સમાજને વિશષે સંદેશો આપ્‍યો કે દેશને મજબુત બનાવવા માટે કોઇ પણ મુશ્‍કેલીને કોરાણે મુકી મતદાન કરવુ જોઇએ.

દિવ્‍યાંગ મતદારો મતદાનમાં પ્રજ્ઞાચક્ષુ મતદારો બેન્‍ડ સાથે વાજતે ગાજતે મત આપવા ગયા હતા.

(12:30 PM IST)