તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
વેરાવળના છત્રોળાના અભયકુમાર રામનો પંડવા ગામે સસરાના ઘરે ઝેર પી આપઘાત
પત્નિને તેડવા ગયા બાદ અકળ કારણે પગલુ ભર્યુઃ રાજકોટમાં મોત

રાજકોટ તા. ૮: વેરાવળ ગીર સોમનાથના છાત્રોળા ગામે રહેતાં અભયકુમાર રાણાભાઇ રામ (ઉ.વ.૩૦) નામના યુવાને બે દિવસ પહેલા તા. ૬ના રોજ તાલાલા નજીકના પંડવા ગામે પોતાના સસરા માંડાભાઇ મેરામણભાઇના ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આપઘાત કરનાર અભયકુમાર બે બહેનનો એકનો એક વચેટ ભાઇ હતો અને ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્રી છે. પત્નિ લક્ષ્મીબેન બે ત્રણ દિવસ પહેલા માતવરે આટો દેવા ગઇ હતી. અભયકુમાર તેણીને તેડવા માટે ત્યાં ગયા બાદ અકળ કારણોસર આ પગલુ ભરી લીધુ હતું. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થતાં માલવીયાનગરના હેડકોન્સ. એ. વી. ચાવડાએ પ્રાથમિક કાગળો કરી તાલાલા પોલીસને જાણ કરી હતી
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
