તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
અમરેલી જીલ્લામાં ૫૦.૦૭ ટકા મતદાન માટે તાપમાનનો ઉંચો પારો જવાબદાર
મોકપોલ દરમ્યાન ઘણા મતદાન મથકોમાં ઇવીએમની ફરીયાદી ઉઠીઃ ચાલુ ફરજે એક શિક્ષિકાનું હાર્ટએટેકથી મોત થયું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૮: અમરેલી લોકસભા બેઠક પર ૭ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે.જેમાં અમરેલી, લાઠી, ધારી, ગારિયાધાર, મહુવા, રાજુલા, સાવરકુંડલાનો સમાવેશ થાય છે.આ વિસ્તારમાં કુલ ૧૭,૩૧,૦૪૦ મતદાતાઓ છે.જેમાંથી પુરુષ મતદારો ૮,૯૪,૮૩૧ અનેસ્ત્રી મતદારો ૮,૩૬,૧૮૩ તો ત્રીજી જાતિના ૨૬ મતદારો છે.આ તમામ બેઠકો પર કુલ ૧૩૭૧ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું જેમાં ૪૧૫ જેટલા સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે.સવારના સમયે સારું મતદાન નોંધાયું હતું સવારના ૭ થી ૯ સુધીમાં ૯.૧૩ ટકા અને ત્યાર બાદ ૭ થી ૧૧ સુધીમાં ૨૧.૮૯ ટકા મતદાન નોંધાતા ગત વખતની ચૂંટણી કરતા વધુ મતદાન થશે તેવો આશવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.જોકે ત્યાર બાદ બપોરના સમયે મતદાન ઘટ્યું હતું અને ૬ વાગ્યા સુધીમાં માત્રને માત્ર ૫૦.૦૭ ટકા મતદાન જ થતા નિરાશ મતદાન થયું હતું.તો લોકસભા બેઠક પર મહિલા મતદારોએ ૪૬.૦૧ ટકા,પુરુષ મતદારોએ ૫૩.૮૭ ટકા અને અન્ય મતદારોએ ૩૮.૪૬ ટકા મતદાન કર્યું હતું.
આંકડાની વાત કરીએ તો,સવારથી ૭ થી ૯ સુધીમાં ૯.૧૩ ટકા,૭ થી ૧૧ સુધીમાં ૨૧.૮૯ ટકા,૭ થી ૧ વાગ્યા સુધીમાં ૩૧.૪૮ ટકા,૭ થી ૩ વાગ્યા સુધીમાં ૩૭.૮૫ ટકા મતદાન નોંધાયું હતું.તો સાંજના ૫ વાગ્યા સુધીમા ૪૫.૫૮ ટકા મતદાન નોંધાયું હતું તોᅠ છેલ્લા આકડાઓ પ્રમાણે ૫૦.૦૭ ટકા જ મતદાન નોંધાયું હતું જેથી આ વખતે ખુબજ ઓછું મતદાન થયું હતું.ᅠ
મતદાન અંગેᅠ વિધાનસભા સીટ વાઇઝ અમરેલી વિધાનસભા - ૪૯.૦૪ ટકા,ધારી વિધાનસભા - ૪૬.૦૮ ટકા,ગારીયાધાર વિધાનસભા - ૪૭.૪૩ ટકા,લાઠી વિધાનસભા - ૪૯.૫૦ ટકા,મહુવા વિધાનસભા - ૫૮.૨૨ ટકા,રાજુલા વિધાનસભા - ૫૨.૯૮ ટકા,સાવરકુંડલા વિધાનસભા - ૪૬.૯૫ ટકા જેટલુ મતદાનના આંકડાઓ સામે આવ્યા હતા ગત વખતે ૫૫.૫૭ ટકા મતદાન થયું હતું તો આ વખતે ૫૦.૦૭ ટકા મતદાન થતાં ગત વખતની સરખામણી કરતાં ૫.૯ ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું.તો સૌથી વધુ મતદાન મહુવા અને સૌથી ઓછું મતદાન ધારી વિધાનસભા વિસ્તારમાં થયું હતુંᅠ આ વખતે જબરદસ્ત કાર્યક્રમો પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા હોવા છતાં ઓછું મતદાન થતાં ખૂબ જ નિરાશા જનક વિષે બન્યો છે. અમરેલી લોકસભા બેઠક પર ૨૦૦૯ બાદનું સૌથી ખરાબ મતદાનની સ્થિતિ આ વખતે જોવા મળી હતી.૨૦૦૯ ની ચૂંટણી વખતે ૩૯.૯૬ ટકા મતદાન નોંધાયું હતું.ત્યારે બાદ મતદાનની વાત કરીએ તો ૨૦૧૪ માં ૫૪.૪૭ ટકા મતદાન,૨૦૧૯ માં ૫૫.૯૭ ટકા મતદાન નોંધાયું હતું.તો આ વખતે ઓછું મતદાન જોવા મળ્યું હતું.
ત્યારે આ વખતે મતદાન ઓછું થતા રાજકીય પાર્ટી લોકોમાં ઉત્સાહ વધારવામાં ક્યાંક ઉણી ઉતરી હોય કે પછી લોકોને જ કોઈ પણ ઉમેદવાર હોય હારે કે જીતે તેમાં કોઈ ફેર ન પડતો હોય કે પછી આ વખતે ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે કોઈ જે રીતે ગરમી અને ઉમેદવાર કોણ હારશે અને જીતશે તે ચર્ચાઈ રહ્યું હતું અને સોશિયલ મીડિયા પર માહોલ હતો તે ખરેખર મતદાન વખતે ન દેખાયો હોવાનું તેમજ ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી કરાયેલ ઉમેદવાર પર પણ કેટલાક જાણકારો ઠીકરું ફોડી રહ્યા છે જેમાં અનેક કારણો સામે આવી રહ્યા છે. અમરેલી લોકસભા બેઠક પર પ્રશાસન દ્વારા મતદાન મથકો પર ૬૯૧૩ જેટલા કર્મચારી પણ તૈનાત કરવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ ન હતા.જોકે ચૂંટણી દરમિયાન એક કર્મચારી સાથે દુર્ઘટના સર્જાઈ હતી.જાફરાબાદમાં ચૂંટણી ફરજ દરમિયાન એક મહિલા કર્મચારીનું અચાનક મોત નીપજયું હતું.જાફરાબાદ શહેરમાં આવેલ સાગર પ્રાથમિક શાળામાં ચુટંણી ફરજ દરમિયાન હાર્ટ એટેક આવવાને કારણે કૌશિકાબેન બાબરીયા નામની મહિલાનું મોત નીપજયું હોવાનું પ્રાથમિક કારણ સામે આવે છે.અમરેલી એસપી સહિતનો કાફલો પણ ઘટનાને પગલે જાફરાબાદ પહોંચ્યો હતો અને શિક્ષિકાને પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવના કારણે શોકનું મોજું ફરી વળ્યું હતું.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
