તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
કોસ્ટગાર્ડએ જખૌના દરિયામાં ડૂબી ગયેલા માંગરોળના માછીમારોનો જીવ બચાવ્યો

ભુજઃ દરિયામાં બચાવ કામગીરી માં, ભારતીય કોસ્ટ ગાર્ડ ઇન્ટરસેપ્ટર બોટ C-437 એ સંજય ગીગા નામના માછીમારને બચાવ્યો હતો. જખૌથી આશરે ૨૨ કિમી દૂર દરિયામાં આ માછીમાર ડૂબતો હતો કોસ્ટગાર્ડનુ આ જહાજ જયારે કચ્છના દરિયાકાંઠા વિસ્તારની દેખરેખમાં હતું ત્યારે તેને માંગરોળની માછીમારી બોટ તરફથી આ ઘટના અંગે માહિતી મળી હતી. જેથી કોસ્ટગાર્ડનુ જહાજ ડાયવર્ટ કરી અને ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગયું હતુ. થોડી જ વારમા ડુબી રહેલા માછીમારને બહાર કઢાયો હતો.માછીમાર બેભાન અવસ્થામાં હતો જેથી તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને પછી તેને જખૌ બંદરે લઈ જવામાં આવ્યો હતો જયાં સ્ટેશન મેડિકલ ઓફિસર દ્વારા માછીમારને સારવાર આપવામાં આવી હતી. હાલ આ માછીમાર નલિયા સી.એચ.સી.માં સારવાર હેઠળ છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
