<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ભાવનગરના દરિયામાં ન્‍હાતા ત્રણ ડૂબ્‍યાઃ એકનું મોત ખેડૂતવાસના છ મિત્રો કોળિયાક ફરવા ગયા'તા

ભાવનગર,તો ૯: ખેડુતવાસ વિસ્‍તારમાં આવેલા બુધ્‍ધદેવ સર્કલ પાસે, શાકમાર્કેટ વિસ્‍તારમાં રહેતા છ મિત્રો મંગળવારે બપોરના સમયે કોળીયાક ફરવા માટે ગયા હતા. તે દરમિયાન બપોરના સાડા. ત્રણ વાગ્‍યા આસપાસ ચાર મિત્રો દરીયામાં ન્‍હાવા પડયા હતા. પરંતુ વળતા પાણીના પ્રવાહ સાથે ત્રણ મિત્રો ડુબવા લાગતા સંતોષભાઈ ઉર્ફે ઝુમરુ અને રોહિતભાઈ ઉર્ફે બાવુને અન્‍ય મિત્રોએ પાણીમાંથી ખેંચી બહાર કાઢી લેતા બન્ને યુવકનો આબાદ બચાવ થવા પામ્‍યો હતો. જયારે અન્‍ય યુવક નિતેશભાઈ ઉર્ફે હિતેશભાઈ દિલીપભાઈ રાઠોડ (ઉં.વ.૨૫) ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.

આ ઘટનાની જાણ થતા ભાવનગર મરીન પોલીસ સ્‍ટાફ અને ફાયર ટીમ કોળીયાક દોડી ગઈ હતી. જયારે બનાવના પગલે ખેડુતવાસમાંથી મોટી સંખ્‍યામાં લોકો દોડી આવ્‍યા હતા. અને યુવકની ભાળ મેળવવા ફાયર ટીમ અને સ્‍થાનિક તરવૈયાઓએ દરિયોમાં ઝંપલાવી શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત્રી સુધી યુવકનો કોઈ અતોપત્તો લાગવા પામ્‍યો ન હતો. દરમિયાન આજે સવારથી સ્‍થાનિક તરવૈયાઓ તેમજ મરીન સ્‍ટાફ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરાતા આખરે સવારે આઠ વાગ્‍યા પછી યુવકનો મળતદેહ મળી આવતા પોલીસે મળતદેહને પીએમ અર્થે હોસ્‍પિટલ ખસેડાયો હતો. આ બનાવના પગલે ખેડુતવાસ વિસ્‍તારમાં ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઈ જવા પામી હતી.

(11:01 AM IST)