<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ભાવનગર નજીક ટ્રક-બાઇક વચ્‍ચે અકસ્‍માતઃ પીપરલાના યુવકનું મોત

ભાવનગર,તા. ૯: તળાજા તાલુકાના પીપરલા ગામમાં રહેતા બે યુવકો રમેશભાઈ મોહનભાઈ ગળચર ( ઉં. વ.૩૫ ) અને મુકેશભાઈ વશરામભાઈ ગળચર (ઉં.વ.૨૮) તેમની મોટરસાયકલ લઈને દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને ભાવનગરથી આગળ માઢીયા ગામ નજીક પહોંચ્‍યા ત્‍યારે હાઇવે પર ટ્રક અને મોટરસાઇકલ વચ્‍ચે અકસ્‍માત થતા બંને યુવકોને ગંભીર ઇજા થઈ હતી. આ ઘટનાના પગલે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ બનાવ સ્‍થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્‍ત બંને યુવકોને સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્‍પિટલ ખસેડયા હતા, જ્‍યાં રમેશભાઈ મોહનભાઈ ગળચરનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્‍યું હતું. આ બનાવ અંગે હોસ્‍પિટલ પોલીસે કેસ કાગળ તૈયાર કરી વેળાવદર ભાલ પોલીસને જાણ કરી હતી.

(11:04 AM IST)