તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
મોરબીની ઉંચી માંડલ નજીક નદીના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૯: મોરબીના ઉંચી માંડલ નજીક ખરેડા ગામે આવેલ મંદિર પાછળ નદીમાં ડૂબી જતા ૨૦ વર્ષીય યુવાનનું મોત થયું હતું યુવાન નદીમાં ડૂબી જતા મોરબી ફાયર ટીમે ત્રણ કલાકની જહેમત બાદ ગ્રામજનોના સહકારથી મળતદેહ બહાર કાઢયો હતો.
ઉંચી માંડલ નજીક ખરેડા ગામના રામાપીર મંદિર પાછળ આવેલ નદી (નાલામાં) એક યુવાન ડૂબ્યો હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું જે કામગીરીમાં ગ્રામજનોએ પણ સહકાર પૂરો પાડ્યો હતો ફાયર ટીમ અને ગામ લોકોની ત્રણ કલાકની જહેમત બાદ પણ મળતદેહ જ હાથ લાગ્યો હતો પાણીમાં ડૂબી જતા મનજીભાઈ હકાભાઇ પીપરીયા (ઉ.વ.૨૦) નામના યુવાનનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
