તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
જસદણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વકતૃત્વ સ્પર્ધા અને રકતદાન કેમ્પ

જસદણ,તા. ૯: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ ની ઉજવણીના ભાગરૂપે જસદણની આસ્થા શૈક્ષણિક સંકુલ અને જસદણ પબ્લિક સ્કૂલ સાથે સંકલન કરી ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓમાં વકતળત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ‘માનવતાને જીવંત રાખીએ' વિષય પર ઘણા બધા બાળકોએ પોતાનું વક્તળત્વ આપી વિશ્વ રેડ ક્રોસ દિવસના આ ઉજવણીના પર્વ પર ભાગ લીધેલો હતો અને તેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપીને બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકોને રેડ ક્રોસ વિશે વિશેષમાં માહિતી અપાઈ હતી સાથે સાથે જુનિયર રેડક્રોસ અને યુથ રેડ ક્રોસ માં જોડાવા અપીલ કરાઈ હતી. આ ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખાના ચેરમેન શ્રી દિલીપભાઈ શીલુ અને વાઇસ ચેરમેન અને આસ્થા સ્કૂલ ના ટ્રસ્ટી કલ્પેશભાઈ છાયાણી એ બાળકો ને માનવતા ને કઈ રીતે જીવંત રાખી શકાય તેની માહિતિ આપી સંબોધ્યા હતા. સાથે રક્ત દાન કેમ્પનુ આયોજન કરાયુ હતુ જેમાં ૧૦૨ બોટલ રક્ત પણ એકત્ર થયુ હતુંઆ ખુશીના પર્વ નિમિતે રેડ ક્રોસના યતીન્દ્ર દિલિપભાઈ શીલુ, મેહુલભાઈ પરમાર ,ભરતભાઈ સુદાણી , દિનેશભાઈ ઝાપડિયા અને તમામ સ્ટાફ મીત્રોએ ભારે જહેમત ઊઠાવી હતી.(તસ્વીર-અહેવાલઃહિતેશ ગોસાઈ-જસદણ)
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
