તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
આગામી ચોમાસુ સામાન્ય રહે તેવી સંભાવના : સાતેય ચૈત્રી દનિયા નબળા
ચૈત્રી દનિયા પછી હવે આવતીકાલે અખાત્રીજના પનનો અભ્યાસ કરાશે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯: ચૈત્ર માસના પાછલા સાત દિવસ આકાશમાં છુટાછવાયા વાદળો ચઢી આવતા સુર્યતાપ નહી પડતા સાતેય ચૈત્રી દનિયા નબળા રહેતા તે ઉપરથી આગામી ચોમાસુ સામાન્ય રહે તેવી સંભાવના વધી છે.
આવતીકાલે અખાત્રીજે પવન કઇ દિશામાં રહે છે તેના અભ્યાસ બાદ ચોમાસા અંગે વરતારો જોવાશે.
શહેરમાં જાણકારોના અભ્યાસ મુજબ ચૈત્ર માસના સાતેય દનિયામાં સવારે વાદળો છવાયા હતા. ગઇકાલે સાતમા ચૈત્ર દનિયામાં સવારથી આકાશમાં છુટાછવાયા વાદળો છવાતા સાતમુ દનિયા નિષ્ફળ ગયેલ છે. આ પહેલાના ૬ દનિયા નબળા રહયા હતા.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
