<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

કાલે દ્વારકાધીશ ભગવાનના સાનિધ્‍યમાં અક્ષય તૃતિયા ઉત્‍સવઃ દર્શનના સમયમાં ફેરફાર

(વિનુભાઇ  સામાણી દ્વારા) દ્વારકા તા.૯ : કાલે તા.૧૦ને શુક્રવારે અક્ષય તૃતીયા હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના ઉત્‍સવ દર્શનમાં ફેરફાર મુજબ રહેશે. તેમજ સંસ્‍થાની વેબસાઇટ www.dwarkadhish. org તથા  સંસ્‍થાના અન્‍ય અધિકૃત સોશિયલ મીડીયાના માધ્‍યમથી ઓનલાઇન દર્શન નિહાળી શકાશે. જેમાં સવારે શ્રીજીના મંગલા આરતી સવારે ૬.૩૦ કલાકે, સવારે ૮ થી ૯ કલાકે મંદિર (બંધ) અનોસર, શંૃગાર દર્શન સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે, શંૃગાર આરતી સવારે ૧૦ થી ૧૦.૧પ કલાકે, સવારે ૧૦.૩૦ થી ૧ર સુધી કલાક સુધી દર્શન બંધ ઉત્‍સવ આરતી બપોરે ૧ર કલાકે, ઉત્‍સવ દર્શન બપોરે ૧ર થી ૧.૩૦ સુધી, બપોરે ૧.૩૦ કલાકે મંદિર (બંધ) અનોસર બપોરે ૧.૩૦ સાંજે પ (મંદિર બંધ) નિત્‍યક્રમ મુજબ રહેશે તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર અને પ્રાંત અધિકારી દ્વારકા જણાવ્‍યું છે

(12:45 PM IST)